Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Sunday, 18 September 2011

૨૦૦૨: ગોધરા મિશન V/s ૨૦૧૧ : સદભાવ મિશન


૨૦૦૨: ગોધરા મિશન:
* “સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપવાનું કૃત્ય પૂર્વયોજીત હતું. અપરાધીઓએ તેની કિંમત ચૂકવવી પડશે. આ ફક્ત એક સમુદાયનું હિંસક, એકતરફી અને સામૂહિક કૃત્ય હતું.”

નરેન્દ્ર મોદીએ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરાકાંડના ગણતરીના કલાકો બાદ ગોધરાની મુલાકાત દરમિયાન એક્સપ્રેસ સ્ટેટમેન્ટમાં આ મુજબ જણાવ્યું હતું.

* “અમે શું કરીએ? તેમના માટે રાહત છાવણીઓ ચલાવીએ? શું અમારે ‘બેબી પ્રોડયુસિંગ સેન્ટર્સ’ ખોલવા છે? હમ પાંચ, હમારે પચીસ.”

મોદીએ ૨૦૦૨માં જેને ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો હતો તેવી તેમની ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન એક ભાષણમાં મુસ્લિમોના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. મોદીના જણાવ્યાનુસાર, રમખાણોથી ભયભીત બનીને રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહેલા લઘુમતી સમુદાયના લોકો બાળકો પેદા કરવામાં વ્યસ્ત હતા.

* “ભયજનક ઝડપે વસ્તી વધારી રહેલા લોકોને આપણે સબક શીખવવો પડશે.”

આ ટિપ્પણી પણ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન જ કરાઇ હતી. મોદીના વિચારો અને અભિપ્રાયોથી સહેજ પણ વાકેફ હોય તેવી વ્યક્તિ સમજી શકે છે કે આ ચેતવણી તે જ ‘હમ પાંચ, હમારે પચીસ’ વાળા સમુદાય માટે હતી.

* “અમે નર્મદાના પાણી શ્રાવણ મહિનામાં લાવ્યા, પરંતુ કોંગ્રેસ રમઝાનમાં તેમ કરવા ઇચ્છતી હોત.”

નોંધનીય છે કે શ્રાવણ મહિનો હિન્દુઓનો પવિત્ર મહિનો છે, જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જુલાઇ કે ઓગસ્ટ મહિનામાં આવતો હોય છે, જ્યારે રમઝાન મુસ્લિમોનો પવિત્ર મહિનો છે, જે મહિનામાં તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા (ઉપવાસ) કરતા હોય છે. મોદીનું આ નિવેદન જેને ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેવા મુદ્દાઓને કોમવાદી રંગ આપવાની તેમની વૃત્તિનું વધુ એક ઉદાહરણ છે.

* “શું જેમ્સ માઇકલ લિન્ગડોહ ઇટાલીના છે કે પછી તેઓ પણ ખ્રિસ્તી હોવાના કારણે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મદદ કરી રહ્યા છે?”

વર્ષ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રચાર દરમિયાન મોદી તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર જે. એમ. લિન્ગડોહથી નારાજ હતા, કેમ કે લિન્ગડોહ મોદીના ચૂંટણીપ્રચારના ભાષણોને મુસ્લિમો માટે અપમાનજનક ગણી આ ભાષણો સામે સતત વાંધો ઉઠાવતા હતા. તેના કારણે મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન એક વાર લિન્ગડોહના પૂરા નામ જેમ્સ માઇકલ લિન્ગડોહનો ઉલ્લેખ કર્યો હતો, જેથી તેઓ ખ્રિસ્તી છે તે બાબત પર ભાર મૂકી શકાય.

* “ગોધરામાં જે કંઇ બન્યું તેનાથી સમગ્ર ગુજરાતની જનતા ખૂબ રોષે ભરાઇ હતી તે જોતાં ગોધરાકાંડ બાદ જે કંઇ બન્યું તેનાથી ઘણું વધારે અપેક્ષિત હતું.”

મોદીએ ગોધરાકાંડના બીજા દિવસે એક પત્રકાર પરિષદમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. ‘ઘણું વધારે અપેક્ષિત હતું’થી મોદી શું કહેવા માંગતા હતા? શું તે ગોધરાકાંડના અપરાધીઓ માટે સંકેત હતો કે પછી ગોધરાકાંડ પછીના રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમોની સંખ્યાને લઇને મોદીની નિરાશ વ્યક્ત કરતા હતા? મોદીનો ઇરાદો જે પણ હોય, બીજા દિવસથી મુસ્લિમવિરોધી હિંસા નવા જોમ સાથે શરૂ થઇ હતી.

* “જનતામાં આક્રોશ વ્યાપેલો છે અને લોકો બદલાની આગમાં સળગી રહ્યા છે ત્યારે આપણે ખુશ થવું જોઇએ કે માત્ર ૨૬ સ્થળોએ જ કરફ્યુ લદાયો છે.”

આ શબ્દો ૫૮ હિન્દુઓને જીવતા જલાવાયા હતા તેના આઘાતમાંથી બહાર પણ ન આવેલા અને જ્યાં વેર વાળવા મુસ્લિમો પર હુમલા શરૂ થયા હતા તેવા રાજ્યના મુખ્યમંત્રીએ ઉચ્ચાર્યા હતા. મોદીએ ગોધરાકાંડના બીજા દિવસે આમ કહ્યું હતું.

* “દરેક આઘાતનો તેના જેટલો જ અને વિપરીત પ્રત્યાઘાત હોય છે.”

મોદીએ રમખાણોના પીડિતોના ઘા પર ન્યુટનના ગતિના ત્રીજા નિયમનો મલમ લગાડયો હતો. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો અંગે પૂછવામાં આવતાં તેમણે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. મોદીએ ગોધરાકાંડના બે દિવસ બાદ આ પ્રમાણે કહ્યું હતું.
૨૦૧૧ : સદભાવ મિશન

* ગુજરાતને વિકાસ અને ગુડ ગવર્નન્સના મોડેલ તરીકે સૌએ સ્વીકાર્યું છે અને હવે આગામી સમયમાં હું પૂરી જવાબદારી સાથે કહેવા માગું છું કે, હિન્દુસ્તાનમાં કોમ-કોમ અને જાતિ-જાતિ વચ્ચે સાંપ્રદાયિક ટકરાવ, હિંસા અને વેરઝેરની બરબાદીને બદલે સાંતિ અને સદભાવ દ્વારા સૌના વિકાસ માટેનું મોડેલ, ગુજરાતનું આ સદભાવના મિશન બની રહેવાનું છે.

* દસ-દસ વર્ષથી ગુજરાતના પીડિતોના દુઃખ અને યાતના કેવા છે તેનો મનમસ્તિષ્કમાં પૂરેપૂરો અહેસાસ કરીને મેં વિકાસના મંત્ર દ્વારા ગુજરાતના પીડિતોના ઘાવ રુઢે, સૌનું ભલું થાય એવો માર્ગ લીધો છે અને સદભાવના, શાંતિ અને ભાઈચારાના સંસ્કાર, ચારિત્ર્ય તથા સ્વભાવને વરેલા છ કરોડ ગુજરાતીઓનો પુરુષાર્થ રંગ લાવ્યો છે. ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં ગુજરાતીઓની ઓળખનો પરિચય દુનિયાને થયો છે.

* મેં એ સમયે અને તે પછી અનેકવાર જણાવેલું કે કોમી હુલ્લડો કોઈ પણ સભ્ય સમાજને શોભા નથી દેતાં, પરંતુ મારી આ વાત એ વખતના માહોલમાં કોઈ સાંભળવા કે સમજવા તૈયાર નહોતું. અમારા ગુજરાતનાદર્દ અને પીડાને જ્યારે જ્યારે જેમને મોકો મળ્યો ત્યારે કોસતા-ખોતરતા જ રહ્યા છે. કોઈ ગુજરાતની યાતનામય સ્થિતિમાં મદદ કરવા નહોતું આવ્યું.

* ગુજરાતને એના નસીબ ઉપર છોડી દેવાયેલું ત્યારે જ મેં નિર્ધાર કરેલો કે, ગુજરાત આ સ્થિતિમાંથી બહાર નીકળવા એનો માર્ગ જાતે જ ની કરશે. મારા મનમાં દૃઢ નિર્ધાર હતો કે, ગુજરાત અને ગુજરાતીઓનું ચારિત્ર્ય, સંસ્કાર અને સમાજ સ્વભાવ એવા છે કે, સૌના ભલા માટે, સૌની સાથે શાંતિ અને સદભાવથી વિકાસ કરી શકવાની નિહિત શક્તિ ધરાવે છે. આ હકીકત સ્વયંસિદ્ધ બની ગઈ છે.

* મારી સરકાર લોકતંત્ર, સંવિધાન અને ન્યાયને વરેલી છે. વોટબેન્કની રાજનીતિએ આઝાદી પછી હિન્દુસ્તાનમાં કોમ-કોમ, જાતિ-જાતિ, સંપ્રદાયો વચ્ચે વેર-ઝેર અને વિખવાદનો ટકરાવ કર્યો છે. એનાથી ૧૨૦ કરોડ જોવા વિરાટ જનશકિત ધરાવતા આ દેશે જ સહન કરવું પડયું છે પણ હવે ગુજરાતનું આ સદભાવના મિશન દેશને એવો માર્ગ બતાવવાનું છે કે, વોટબેન્કની રાજનીતિનો મૃત્યુઘંટ વાગી જશે.

* ગુજરાતની પીડા અને યાતના તેમને સતત દુઃખદાયક બની રહી છે, પરંતુ તેમણે ક્યારેય કોઈને જવાબ આપવા મોંઢું ખોલ્યું નથી. આટઆટલા જૂઠા આરોપો, અપપ્રચાર ગુજરાત સામે થતાં રહ્યા, અમે ક્યારેય કોઈના ઉપર વાક્છટાહાર નથી કર્યો, સામો કોઈ વાર નથી કર્યો. અમે અમારી પીડા સહન કરતા રહ્યા. અમને પથ્થરો મારનારના પથ્થરો પણ ભેગા કરીને તેની વિકાસની સીડી બનાવી દીધી છે.

* મારા ઉપવાસ કોઈનીય વિરુદ્ધમાં નથી. આ એજન્ડા મારો હોઈ શકે જ નહીં. ભવિષ્યમાંય પણ મારું આ જ મિશન રહેવાનું છે. ગુજરાતની પીડા અને પીડિતોની સંવેદનાથી હું દિનરાત વિચારતો રહ્યો છું અને એમાંથી જ રાજ્યના વિકાસની આ સદભાવના મિશનની સફળતા મેં આગળ ધપાવવાનું ની કર્યું છે.

* અમારા સદભાવના મિશનનો ઉદ્દેશ સમાજને જોડવાનો છે, મે અને ભાઈચારાનું સાર્વત્રિક વાતાવરણ સર્જવાનો છે અને ગુજરાતના આ સદભાવના મિશન નિમિત્તે ઉપવાસમાં મને શક્તિ આપવા દેશભરમાંથી સામાજિક, રાજકીય, ધાર્મિક મહાનુભાવો આવ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિથી પ્રેરણા લઈને હું માનવતાવાદી શક્તિઓને વિશ્વાસ આપવા માગું છું કે, અમે માનવતાના માપદંડોથી ક્યારેય નીચે નહીં ઊતરીએ. જેઓ ભોગ બન્યા છે તેમની પીડા એ મારી પીડા છે. તેમનું સુખ એ જ મારું સુખ છે. છ કરોડ ગુજરાતીઓનાં સપનાં એ મારા સપમાં છે, એમની આકાંક્ષા એ જ મારી આકાંક્ષા છે અને એમના સુખ-શાંતિ માટે હું મારી જાતને સર્મિપત કરી ચૂક્યો છું. મારા શરીરનું કણેકણ અને જીવનની ક્ષણેક્ષણ હું ગુજરાતની જનતા જનાર્દન માટે વાપરીશ. હું દુનિયાને પ્રતીતિ કરાવવા માગું છું કે, મારી સરકાર સૌનો સાથ લઈને, સૌને જોડીને, આવતીકાલની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટેના સદભાવના મિશન માટે પ્રતિબદ્ધ રહેશે

1 comment:

  1. REAL WE THANK TO ALL PRINT NEWS MEDIA'DAILY NEWS PAPER FOR SUPPORT TO TRUE'OPPOSIT OF SAMRT FUNCTION WITH FECT SYSTEM OF JOURNALISM REAL WE ALL PUBLIC TO THANKS TO YOU FOR OPPOSIT OF SAMRT FUNCTION'MEANS MODI NI MAYA'REAL WE PROUD OF YOU WITH REAL GOOD FRIENDS OF PUBLIC REAL GOOD THIM FOR GOOD JOURNALISM'REAL GOOD DUTY FOR NORMAL PUBLIC'GUJARAT SAMACHAR'DAILY /\SANDESH'DAILY /\THE TIMES OF INDIA'DAILY /\JAYHIND'DAILY'[RAJKOT]FULCHHAB'DAILY[RAJKOT]/\GUJARAT MITRA'DAILY &OTHER PRINT MEDIA

    ReplyDelete