
હું સંઘ /વિહિપ કે ભાજપ નો ટેકેદાર નથી કે નથી મારે કોઈ એમની સાથે અંગત ભેદ ! પણ છેલ્લા ૩-૪ દિવસ થી સોસિઅલ મીડિયા પર ટેરરીઝમ /આતંકવાદ પર જાત જાત નું લખાણ અને ખાસ ગૃહપ્રધાન ના "ભગવા" શબ્દ પ્રયોગ પછી કોંગ્રેસપક્ષ અને ટેકેદારોને અજુક્તી રીતે આ ચર્ચા માં લાવી ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપપ્રચાર નો મુદ્દો બનાવી ને હિંદુ /મુસ્લિમ ભેદરેખા ને ઘટ્ટ બનાવાનો સરળ કીમિયો કોમવાદી તત્વો ને મળી ગયો છે !!..
ખુબજ સસ્તો, સચોટ અને એકદમ રીઝલ્ટ ઓરીએનટેડ એવો કીમિયો કે જે ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરીને બીજેપી/સંઘ ને સત્તામાં આવે તે માટે યોગ્ય છે ...એમને છૂટ પણ છે એનો વારંવાર પ્રયોગ કરી શકે !!
કોંગ્રેસની નીતિ જગ જાહેર છે - ધર્મ નિરપેક્ષ- દરેક ધર્મ ને ન્યાય !!

કોંગ્રેસને પણ ખબર છે કે લઘુમતીના ન્યાયની વાત કરશે તો બહુમતી માં નુકશાન ભાજપ/સંઘની ઉશ્કેરણીથી થવાનુ તો પણ એમનું સ્ટેન્ડ કાયમ માટે એક સમાન જ રેહ છે જ !
ખુબ મોટો લાભ થઇ શકે છે તે છતાં પણ કોંગ્રેસપક્ષ ક્યારેય કટ્ટરવાદ (ધાર્મિક કે જાતીકીય)નો સહારો નથી લેવાનું એ વાત પણ એક સત્ય છે જે ભાજપ/વિહિપ/સંઘ જાણે છે એટલે વારંવાર એ કીમિયો જાણે કે એમનાજ પિતૃઓની જાગીર છે તેમ માની ને ફાયદો ઉઠાવે છે - આ વાત દરેક ભારતીય પણ જાણે છે !!
સર્વ ધર્મ સમભાવ એજ માનવ ધર્મ છે.....જે વ્યક્તિ કોઈના ધર્મ ને માન ના આપી શકે તે પોતાના ધર્મને પણ માન આપી શકતો નથી.....એ કેવળ ધર્મની પોકળ વાતો કરી જાણે છે !!
~મૌલીન શાહ , અમદાવાદ
(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે )
No comments:
Post a Comment