કથિત અશ્લિલ તસ્વીરો જોવા ના પ્રકરણ માં ભાજપ ના બે ધારાસભ્યો ને એફ એસ એલ દ્વારા નિયમો વિરુદ્ધ આપેલી ક્લીન ચીટ સામે વિરોધપક્ષ ના પ્રશ્નો !!
1) જ્યાં તટસ્થતા જાળવવી જોઈએ ત્યાં એફ.એસ.એલ ( FSL ) ના નિયામકશ્રી વિધાનસભા અધ્યક્ષ ,સાક્ષીઓ અને રચેલી તપાસ સમિતિ ને રીપોર્ટ કરવા ની જગ્યા એ મુખ્યમંત્રી કાર્યાલય માં રૂબરૂ મળવા કેમ ગયા ???
2) સરકારે ભીનું સંકેલી લેવા માટે ઈરાદાપૂર્વક એફ.એસ.એલ ( FSL ) નો દુરુપયોગ કર્યો ??
3) ગુજરાત એફ.એસ.એલ (GSFL ) ની વિશ્વસનીયતા પર પણ શંકા !!! ૪ મહિના પેહલાજ હાઇકોર્ટે
નીમેલી SIT ના પોલીસ અધિકારીઓ એ આજ GSFL દ્વારા જાણી જોઇને છુપાવેલા દસ્તાવેજો અમદાવાદ
ખાતે ઓફીસ માં દરોડા પાડી ને કબજે કર્યા હતા !! જે ગુજરાત FSL ની ઉતરેલી આબરૂ નું ઉદાહરણ છે ...
4)સેન્ટ્રલ એફ. એસ. એલ (central FSL ) દ્વારા આઈપેડ અને જેતે મોબાઈલ દ્વારા રકોર્ડ થયેલા ક્લીપીંગ ના તપાસ ની માંગ વિરોધપક્ષે કરી છે.
5) ભૂતકાળ માં લોકો ની સીડી ઉતારવા માં માહેર આ મુખ્યમંત્રી એ પોતાના જ સાથી અને ભાજપા ના મહામંત્રી શ્રી સંજયભાઈ જોશી નું રાજકીય ખૂન કરવા માટે બીભત્સ સેક્સ સીડી બનાવી ને ભાજપ ના મહાધીવેશન માં વહેચાવી ને હાઈકમાન્ડ પાસે તેમની પક્ષ માંથી બરતરફી કરાવી હતી..ઉલ્લેખનીય છે કે આં સીડી ની તપાસ સેન્ટ્રલ એજન્સી એ કરી હતી અને સીડી ફેક (ખોટી) હોવા નું પુરવાર થયું હતું અને શ્રી જોશી ને કલીનચીટ આપી હતી !!!
તો વિધાનસભા ની ઘટના માટે ભાજપ હાઈકમાન્ડનો આવો અલગ માપદંડ કેમ ??
No comments:
Post a Comment