જથ્થાબંધ વેપારીઓ ૪,૦૦૦ ડબ્બા, છૂટક વેપારીઓ ૩૦૦ ડબ્બા, મિલરો બે માસનો કાચો માલ અને એક માસનો પાકો માલ રાખી શકશે. જોકે, તેમાંથી ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે. તેઓ ગમે એટલો સ્ટોક રાખી શકશે.
ભાજપા ની સરકાર દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર ઢોળે છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારે સિંગતેલની નિકાસ પ્રતિબંધિત કરી હોવાથી આ વખતે ચીનના વેપારીઓ સૌરાષ્ટ્રમાં આવીને જ બારોબાર સિંગદાણા ખરીદી ગયા હતા.હવે સૌરાષ્ટ્રમાં જે ઓઇલ મિલો છે એમાંથી પાંચ દસ ટકા જ સિંગતેલનું ઉત્પાદન કરે છે જ્યારે ૧,૦૦૦ જેટલી સિંગદાણાની ફેક્ટરીઓ ધમધમે છે જ્યારે દસ ટકા મોટાં ગજાના ખેડૂતો પાસે લગભગ બેથી અઢી લાખ ટન સિંગદાણાનો જથ્થો હોવાનો અંદાજ છે. આ જથ્થો પણ પુરવઠા વિભાગે આજે નિયંત્રણો જાહેર કર્યાં તે પહેલા સગેવગે થઇ ગયો છે, તેમ સૂત્રોએ ઉમેર્યું છે.
દિવાળી વેળાએ એક ડબ્બાનો ભાવ ૧,૪૫૦થી વધીને આજે એપ્રિલમાં ૨,૧૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો ત્યાં સુધી તમામ માલ સગેવગે થઇ ગયો ત્યાં સુધી શા માટે પગલાં ન લેવાયા.???
તેલીયા રાજાઓ અને કાળા બજારીયાઓ પાસેથી ધન ભંડોળના નામે ભાજપ ખંડણી ઉઘરાવે છે અને તેથી કાળા બજારીયાઓને છૂટો દોર મળે છે. તેલીયા રાજાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની સાંઠગાંઠ છે, અને તેથી સીંગતેલના ભાવ ભડકે બળે છે.
ગુજરાત માં પેહલા ની સરકારો ખેડૂતના ઘરમાં સીંગ હોય ત્યારે સીંગ અને તેલ ખરીદીને બફર્સ સ્ટોક રાખતી હતી, અને જયારે તેલીયા રાજાઓ સીંગતેલ મોંઘુ કરે ત્યારે બફર્સ સ્ટોકમાંથી સીંગતેલ છૂટું કરી ઉપભોક્તાને મદદ કરતી...
(Courtesy : Gujarati Daily and http://shaktisinhgohil.com/press-release

No comments:
Post a Comment