સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કબૂતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ જેલમાં સુરંગ ખોદવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. અને જેલમાંથી નાસી જવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો...
-----------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------
અમદાવાદ બોંબ બ્લાસ્ટના આરોપીઓ રવિવારે સાંજે સુરંગ ખોદવામા વ્યસ્ત હતા. ત્યારે એક કબૂતર વાયરમા ફસાઈ ગયું હતું. આ કબૂતરને ફસાયેલું જોઈને એક કેદી અને જેલના પીએસઆઈ ગોવિંદ લકૂમ કબૂતરને બચાવવા ગયા ત્યારે બે કેદીઓ તેમને જોઈને નાસી ગયા હતા. કેદીઓને નાસતા જોઈને પીએસઆઈને શંકા ગઈ. અને તેમણે તપાસ કરી તો 16 ફૂટ ઊંડી, 26 ફૂંટ લાંબી અને 6 ફૂટ પહોંળી સુરંગ ખોદેલી હતી. એક કબુતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓના ષડયંત્રનો પ્રદાફાશૅ કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો...
આમ તો આરોપીઓ માટે કિલ્લેબંધ સમાન ગણાતી સાબરમતી જેલમાં સુરંગ બનાવવી મુશ્કેલ કાર્ય છે.પણ મહત્વની વાત તો એ છે સુરંગ ખોદનાર બોંબ બ્લાસ્ટના આરોપીઓમાંથી એક સિવિલ એન્જીનીયર અને એક મિકેનીકલ એન્જીનીયર છે. જ્યારે એક આરોપીએ બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે. આ આરોપીઓએ પોતાની ડિગ્રી અને આવડતનો ઉપયોગ કરીને સુરંગ ખોદવાનુ ષડયંત્ર રચ્યું હતું..
બોલપેનના કમ્પાસ બોક્સથી હોકાયંત્ર અને ચશ્માના ગ્લાસથી દુરબીન બનાવ્યું. અને ત્યારબાદ છોટા ચક્કરમાં આવેલા બાથરૂમ નજીક હોકા યંત્રની દિશા મુજબ ખોદકામ શરૂ કર્યું હતું. આ ખોદકામમાં લોખડના સળીયા, લાકડુ અને વાસણનો ઉપયોગ કર્યો હતો. બોંબ બ્લાસ્ટના આરોપીઓને સવારે 7થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન બેરેકની બહાર કાઢવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન 14 આરોપીઓ વારા-ફરતી સુરંગ ખોદતા હતા. સુરંગની માટી બહાર કાઢવા માટે લુંગીનું દોરડું બનાવીને ખાડામાં ઉતરતા હતા. અને કપડામાંથી માટી ભરીને બહાર કાઢતા હતા. આ માટી તેઓ જેલના બગીચામા નાખી દેતા હતા. આરોપીઓએ બગીચામાં ફૂલોના છોડ લગાવવાની આડમાં સુરંગ બનાવવાના ષડયંત્રને અંજામ આપ્યો હતો...
જે બેરેકમાં સુરંગ ખોદવામાં આવી છે ત્યાં બોંબ બ્લાસ્ટના 14 જેટલા આરોપીઓને રાખવામાં આવે છે.. જેમાંથી ત્રણ આરોપીઓએ સુરંગ ખોદી હોવાની કબૂલાત કરી લીધી છે...સુરંગ ખોદવાના કામમાં અક્ષરધામ કેસનો આરોપી પણ સામેલ હતો. જો કે સુંરગ ખોદવાની આ ઘટનામાં અન્ય કોઈ કોણ સંડોવાયેલું હતુ. જેલના કર્મચારી ષડયંત્રમાં સામેલ હતા કે નહી તેની પણ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે...
જો કે એક કબુતરના કારણે આ ષડયંત્રનો પર્દાફાષ થયો છે. જેલના અધિકારીએ રાણીપ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધ્યો છે. અને આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ પણ જેલની મુલાકાત લીધી છે. જે અંગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું જેલમાં નાસીને ફરી આતંકનો ભય ફેલાવવાની શક્યતા સૂત્રોએ વ્યકત કરી છે...
ખાતો નથી ખાવા દેતો નથી !! કબુતર તો ચણવાજ આવ્યું હતું અને કેદીઓ ને ફસાવી ગયું !! પણ બીજા ઘણા લોકો આ મુદ્દે ફસાશે ...જોવાનું એકે આ ને સરકાર ભીનું કેવીરીતે સંકેલશે કે પછી આફત ને અવસર માં પલટશે !! .....???
ખાસનોંધ : "મસકઅલી" એ કબુતરનું કાલ્પનિક નામ છે ગઈકાલે આ સમાચાર જોયા પછી તરતજ સોનમબેન કપૂરનું પેલું દિલ્હી -૬ નું ગીત કોઈ ચેનલ પર આવ્યું એટલે.........અને આ બ્લોગને રાજકીય વિશ્લેષણ કે કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર
~મૌલીન શાહ ,અમદાવાદ
No comments:
Post a Comment