Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Tuesday, 7 January 2014

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !
-----------------------------------------------
ગુજરાતમાં માત્ર એક વ્યકિતની નજરે જ આખી સરકાર/સંગઠન/પાર્ટી  ચાલી રહી છે અને સત્તાનું સંપૂર્ણ કેન્દ્રીકરણ થઇ ગયું છે. આમ જનતાને લોકશાહી અને લોકભાગીદારીમાં વિશ્ર્વાસ રહ્યો નથી .
ગુજરાતમાંથી પ્રતિભાઓ પલાયન થઇ રહી છે જે વાતાવરણ શિક્ષિત અને અતિશિક્ષિત લોકો માટે નિરાશાજનક છે.
સ્વપ્રચાર માટે કરોડો નો ધુમાડો થઇ રહ્યો છે અને અંતે તો કરપ્શન (#Corruption) અને જાસુસીકાંડ ( #SnoopGate) જેવા દુરાચારો જ પ્રજા સમક્ષ આવી રહયા છે.
કાળા બજારીયાઓ સાથેની સરકારની સાંઠગાંઠ અને ધર્મ આધારિત રાજનીતિથી જનતા પરેશાન છે જેના કારણે આમ નાગરિકો હવે વિકલ્પ શોધી રહયા છે.

ખાસ કરીને મુખ્યમંત્રીના મતવિસ્તાર મણિનગરમાંથી સૌથી વધુ લોકો ભાજપ અને મોદીથી નારાજ હોવાનું મીડિયાના ગ્રાઉન્ડ રીપોર્ટ પર થી જાણવા મળેલ છે.
લોકશાહીમાં સરકાર થી લઇ ને પક્ષ ના સંગઠનો અને તમામ એવી સંસ્થાઓ કે જેમાં સંઘ કાર્ય થી કામ થતું હોય બધેજ આવા સરમુખત્યારો (કેહવાતા હિટલરો)અને બિન લોકશાહી ઢબે કામ કરતા લોકો જોવા મળતાજ હોય છે પણ ગુજરાત ની વાત કઇક જુદીજ છે..
આવી હિટલરશાહી કે જે ખરા અર્થમાં તો અહીતકારશાહી જેવી છે એનો  અંત આવશે ખરો ??
ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી પેહરાવી દેવા છૂટ છે પણ પેહરી ને ગુસ્સે નહિ થવા નું !!
~ મૌલીન શાહ , અમદાવાદ
(www.facebook.com/shahmaulin99 , www.twitter.com/maulinshah9)

No comments:

Post a Comment