Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Showing posts with label Sanjay Joshi. Show all posts
Showing posts with label Sanjay Joshi. Show all posts

Tuesday, 9 October 2012

જો જો કોઈને કેહતા : મનોરોગી નટસમ્રાટ ના મગજ અને જીભ વચ્ચે કાર્ય કરતા જ્ઞાનતંતુઓ માં તાણ !! કિતને બદલ ગયે સરકાર !!!

Vibrant Gujarat  Vanthabhyu Gujart
મારો દોઢ ડાહ્યો મિત્ર સંજય જોશી એ ભાજપના એક કાર્યકર અને નટસમ્રાટ ના ખુશામતખોર ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે ચા ની કીટલી પાસે સેલફોન પર ગપાટા મારતા જોયા હતા ને વાત વાત માં બોલ્યા કે આજે રાતે ગાંધીનગર નિવાસ સ્થાન પર ૩-૪ નામચીન મનોરોગ નિષ્ણાત ડોક્ટરો ની ટીમ ભાજપ હાઈ કમાંડ ના ઈશારે દિલ્હી થી પહોચવાની છે !!

આપણા નટસમ્રાટ ને આખી રાત ઊંઘ આવતી નથી અને બીજા દિવસે યાત્રા દરમિયાન જીભ પર કાબુ રેહ્તો નથી...  
સેલ્ફ ઓબ્સેશન ,વ્યગ્રતા, વાંરવાર પસીનો અને હતાશા થી પીડાતા નટસમ્રાટ ને કદાચ મગજ અને જીભ વચ્ચે કાર્ય કરતા જ્ઞાનતંતુઓ માં તાણ થઇ ગઈ છે..
મનોરોગી નટસમ્રાટ ને ઘણા કારણો અત્યારે સતાવે છે ...એમાના કેટલાક કારણો ફોન પર  ઘુસ ફૂસ કર્યા પછી એ ખુશામતખોર ને અંદાજ આવી ગયો કે હું કાર્યાલય પાસે ઉભો છું એટલે ત્યાંથી તાકીદે દુર જઈ ને વાત કરવા લાગ્યા. !!
જે કારણો સ્પષ્ટ સંભળાયા તેમાં મુખ્યત્વે  ,
૧) કોંગ્રેસ ના ઘર ના ઘર અને ગ્રામ્ય મા ૧૦૦ વાર ના પ્લોટ નો પ્રચંડ પ્રતિસાદ
૨) રાજકોટમાં માનવ દરિયા વચ્ચે સોનિયાજી નું ભાષણ http://youtu.be/JXaDHHKsrjU
૩) કોંગ્રેસ નેતાઓ ની એકતા 
૪) સૌથી મોટું પરિબળ- આચારસંહિતા લાગ્યા બાદ સરકારી અધિકારીઓ ની મદદ ન મળતા વિવેકાનંદ યાત્રામા લોકો ની નહીવત હાજરી ....વગેરે વગેરે  ....
અન્ય ઘણા કારણો હોઈ શકે નીતીશભાઈ ,અમિતભાઈ, આનંદીબેન, જૈશ્રીબેન, અનારબેન , લોકાયુક્ત કેસ, અદાણી, સીબીઆઈ , વગેરે વગેરે પણ કીટલી પર ચર્ચી શકાય તેવા નહિ હોય એટલે દુર જઈ ને ગંભીરતા થી ઘુસ ફૂસ કરતા હતા ...







કિતને બદલ ગયે સરકાર / નટસમ્રાટ !!!....જોવા માટે આ બંને ફોટો પર ક્લિક કરો ...
કિતને બદલ ગયે ...***** !!!!!!

(ખાસ નોંધ : ઉપરોક્ત બતાવેલી પાઘડી  ને કોઈ બંધ બેસતીપહેરવી કે પહેરાવી નહિ કે કાલ્પનિક પાત્ર રંગલા ને કોઈ ની સાથે સરખાવો નહિ !!! ) 
~મૌલીન શાહ 

Sunday, 27 May 2012

કાનુડા નો અપાર ઓચ્છવ કરનાર આ રાજ્ય ના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ તો બીજું શું ?

ખરતું પાન પુછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ? તો એટલી ગ્લાની નહિ થાય  પણ ઉગતી કળી ક્યાંક ગુમ થઈ જાય અને આપણે  ન  શોધી શકીએ ત્યારે લાચાર થઈને પૂછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ?
તો કાળજે  ઘા પડે જ પડે. વસમો લાગે આ પ્રશ્ન....!

માફ કરજો ભાઈઓ / બહેનો.....ગુજરાત માં આવા  વસમા ઘા સહન  કરવા પડે  તેવો સમય આવ્યો છે. આ ગુજરાત વિરોધી વાત નથી પરંતુ  ગુજરાતના હિતની ચિંતા છે ...ગુજરાત માં કાયદા અને વ્યવસ્થાનાં નામે મીંડું છે તે કહેવા ની જરૂર નથી ...ને  લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ યોગ્ય હોવા નો જશ  સરકાર લે છે ..લેવા દો !!

રાજ્ય સરકાર બોહાળા  પ્રમાણમાં (બે ત્રણ કિસ્સા ને બાદ કરતા) કરફ્યું નાં લાગવા ની વાતને  વારમ વાર ગાયા કરે છે !

ટ્રાફિક પોલીસ ને કોઈ કાઠલો પકડી ફટકારે અને તેને ત્રણ -ચાર  સાથી પોલીસવાળાઓ એ છોડાવવા દોડવું પડે છે  તેવા ફોટા છાપે છપાય છે ...સાદો સરળ અને  સામાન્ય માણસ  ઘરમાં  શાંતિ થી  જીવતા ફફડવા લાગ્યો છે....ઘર ની બહાર નીકળતા  જ  ગીદ્ધ ની જેમ રાહ જોઈ ને બેઠેલા ચેઈન સ્નેચરો થી માતા ,બેહનો., દીકરીઓ  ફફડે છે!

વૃદ્ધો ને ઘરમાં ઘુસી ને  જીવતા મારી નાખીને લુંટ ના બનાવો છેલ્લા  ૬-૭ વર્ષ મા વધ્યા છે...સુરક્ષા ના ઘેરામાં ૨૪ કલાક રેહતા મુખ્યમંત્રી નો મત વિસ્તાર પણ બાકી નથી આ બધા  ફફડાટ થી !!..

તે  ત્યાં સુધી કે  ભુલકાઓ  શેરીમા ધીંગા મસ્તી કરતા હોય કે  સ્કુલે  જતા હોય ત્યારે તેના મા -બાપ નો જીવ તાળવે  ચોંટેલો રહે છે  'મારું બાળક ગુમ તો નહિ થયી જાય ને ' ???સાચેજ કાલે તે નહિ હોય ?? 

Pain of Parents in Gujarat

આ કલ્પના નથી , આ ઠાલા વિચારો નથી , આ વરવી સત્ય હકીકત છે ..ગુજરાતમાં આજે  રમવા ની ઉંમરે રમી ના શકે , ભણવાની ઉંમરે ભણી ના  શકે તેવો માહોલ છે!  સ્કુલે જતા બાળકો ની  આંગળી છોડતી વખતે તેના મા-બાપ ફરી આ બાળક મને મળશે કે નહિ? તેવી ભીતી શિવે તે દુખદ અને શરમજનક છે ...!
શું આ જ વિકાસ છે ??

કાનુડા નો અપાર ઓચ્છવ  કરનાર આ રાજ્યના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે  તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ  તો બીજું  શું ?????

By Maulin Shah ,Ahmedabad


(સૌજન્ય : શહેરમાં ફરતી પત્રિકા ઉપરથી એડીટ કરીને )