Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Sunday, 27 May 2012

કાનુડા નો અપાર ઓચ્છવ કરનાર આ રાજ્ય ના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ તો બીજું શું ?

ખરતું પાન પુછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ? તો એટલી ગ્લાની નહિ થાય  પણ ઉગતી કળી ક્યાંક ગુમ થઈ જાય અને આપણે  ન  શોધી શકીએ ત્યારે લાચાર થઈને પૂછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ?
તો કાળજે  ઘા પડે જ પડે. વસમો લાગે આ પ્રશ્ન....!

માફ કરજો ભાઈઓ / બહેનો.....ગુજરાત માં આવા  વસમા ઘા સહન  કરવા પડે  તેવો સમય આવ્યો છે. આ ગુજરાત વિરોધી વાત નથી પરંતુ  ગુજરાતના હિતની ચિંતા છે ...ગુજરાત માં કાયદા અને વ્યવસ્થાનાં નામે મીંડું છે તે કહેવા ની જરૂર નથી ...ને  લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ યોગ્ય હોવા નો જશ  સરકાર લે છે ..લેવા દો !!

રાજ્ય સરકાર બોહાળા  પ્રમાણમાં (બે ત્રણ કિસ્સા ને બાદ કરતા) કરફ્યું નાં લાગવા ની વાતને  વારમ વાર ગાયા કરે છે !

ટ્રાફિક પોલીસ ને કોઈ કાઠલો પકડી ફટકારે અને તેને ત્રણ -ચાર  સાથી પોલીસવાળાઓ એ છોડાવવા દોડવું પડે છે  તેવા ફોટા છાપે છપાય છે ...સાદો સરળ અને  સામાન્ય માણસ  ઘરમાં  શાંતિ થી  જીવતા ફફડવા લાગ્યો છે....ઘર ની બહાર નીકળતા  જ  ગીદ્ધ ની જેમ રાહ જોઈ ને બેઠેલા ચેઈન સ્નેચરો થી માતા ,બેહનો., દીકરીઓ  ફફડે છે!

વૃદ્ધો ને ઘરમાં ઘુસી ને  જીવતા મારી નાખીને લુંટ ના બનાવો છેલ્લા  ૬-૭ વર્ષ મા વધ્યા છે...સુરક્ષા ના ઘેરામાં ૨૪ કલાક રેહતા મુખ્યમંત્રી નો મત વિસ્તાર પણ બાકી નથી આ બધા  ફફડાટ થી !!..

તે  ત્યાં સુધી કે  ભુલકાઓ  શેરીમા ધીંગા મસ્તી કરતા હોય કે  સ્કુલે  જતા હોય ત્યારે તેના મા -બાપ નો જીવ તાળવે  ચોંટેલો રહે છે  'મારું બાળક ગુમ તો નહિ થયી જાય ને ' ???સાચેજ કાલે તે નહિ હોય ?? 

Pain of Parents in Gujarat

આ કલ્પના નથી , આ ઠાલા વિચારો નથી , આ વરવી સત્ય હકીકત છે ..ગુજરાતમાં આજે  રમવા ની ઉંમરે રમી ના શકે , ભણવાની ઉંમરે ભણી ના  શકે તેવો માહોલ છે!  સ્કુલે જતા બાળકો ની  આંગળી છોડતી વખતે તેના મા-બાપ ફરી આ બાળક મને મળશે કે નહિ? તેવી ભીતી શિવે તે દુખદ અને શરમજનક છે ...!
શું આ જ વિકાસ છે ??

કાનુડા નો અપાર ઓચ્છવ  કરનાર આ રાજ્યના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે  તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ  તો બીજું  શું ?????

By Maulin Shah ,Ahmedabad


(સૌજન્ય : શહેરમાં ફરતી પત્રિકા ઉપરથી એડીટ કરીને )

No comments:

Post a Comment