Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Monday, 19 October 2015

ચાય પે ચર્ચા માં હવે વિષય થઈ ગયો છે: #ગાયપેચર્ચા !

ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પિન્ક રિવોલ્યુશનના આક્ષેપો કરીને સભાઓ ગજવી હતી. 
હાલ યુપીના ‪#‎Dadrilynching‬ ઘટના પછી માંસાહાર પર દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગના લોકો શાકાહારી હોવાના દાવાને સરકારી વિભાગે જાહેર કરેલા આંકડાએ ખોટા ઠેરવ્યા છે.
ગુજરાતમાં મોદી સરકાર વર્ષ ૨૦૦૨-૦૩માં બની ત્યારે માંસનું ઉત્પાદન 1.07 કરોડ કિલો હતું જે 1૦ વર્ષમાં વધીને 3.45 કરોડ કિલોએ પહોંચ્યું છે. આને કેહવાય #GatiSheelGujarat !!
સરકારના આ સત્તાવાર આંકડા છે પણ ગેરકાયદે થતી કતલને ગણવામાં તો મોટો વધારો થયાનું ગણી શકાય.
આમ છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં માંસાહારના પ્રમાણમાં ૩૦૦% નો વધારો થયેલો જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નોંધાયેલા માન્ય ૩૮ કતલખાનામાં એકમાં પણ ગાયનું માંસ તૈયાર થતું નથી તેની સામે વાસ્તવિકતા એ છે કે દર વર્ષે હજારો કિલો ગૌમાંસ પોલીસ દ્વારા પકડવામાં આવે છે. 
મોટે ભાગે આ ગેરકાયદેસર ગૌમાંસ ની હેરફેર ભાજપના કમલ લગાડેલી ગાડીઓ માં થતી જોવા મળી છે. અખબારપત્રો માં આવતી તસ્વીરો સાક્ષી છે!
પિંક રિવોલ્યુશન એ મોદીનું માત્ર ચુનાવી ગતકડું હતું (Purely Modi Brand Rhetoric!) બાકી ગુજરાત જ નહિ દેશભર માંથી આ મીટ એક્ષ્પોર્ટના ધંધા માં મોદીના ખાસ વેપારી મિત્રો અગ્રેસર હોવા ના રીપોર્ટ મળેલ છે.
વાંધો નથી સવાર સાંજ થતી ‪#‎ChaiPeCharcha‬ ને નવો વિષય મળી ગયો ગાય અને એનું ગૌમાંસ પર રાજકારણ ની ચર્ચા!
બાકી અત્યાર સુધી ગાયનું દૂધ અને એમાંથી બનતા ઘી ની ચર્ચા એ વ્યાપારિક જોર પકડ્યું હતું!
~ મૌલીન શાહ......@ ‪#‎ગાયપેચર્ચા‬



No comments:

Post a Comment