Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Thursday, 29 May 2014

શું હાલની સરકાર (હા સરકારના જ સાંસદો !!)  કે મીડિયા વિરોધપક્ષ ની ભુમીકા માં આવી શકે ?
---------------------------------------------------------
નવી સરકાર સામે કોઈ વિરોધ પક્ષ જ નથી રહ્યો એ લોકશાહી માટે બહુ ચિંતાનો વિષય કહેવાય અને સાથે સાથે જે રીતે ઈલેક્ટ્રોનિક મીડિયાના પક્ષપાતી વલણ ને હવે સામાન્ય નાગરીકો પણ સમજવા લાગી છે ત્યારે તેવી પરીસ્થિતમાં  પ્રિન્ટમીડિયા એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડે એવા દિવસો આવ્યા છે. સાથે સાથે વિરોધ નો સ્વર સોસીઅલ મીડિયા પર પણ સારી રીતે રેલાય એ જરૂરી છે. એ યાદ રાખવુજ રહ્યું કે  ભિન્નમત એ લોકશાહીનો પ્રાણવાયુ છે...!!

સંસદમાં વિરોધપક્ષ નિર્બળ હોય ત્યારે શ્રી જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરવા પડે. નહેરુની લોકપ્રિયતા એટલી જબ્બર હતી કે સંસદમાં વિરોધપક્ષ જેવું કાઈ હતું જ નહિ એનાથી નહેરુ ખૂબ વ્યથિત થઇ ગયા અને પોતાના જ પક્ષના સાંસદોને બોલાવીને કહ્યું:  "તમારે વિરોધ પક્ષની પણ ભૂમિકા ભજવવાની છે" !!

જો કે અત્યારે સંસદ માં પરિસ્થતિ સાવ નેહરુયુગ જેવી પણ નથી. ભાજપા સિવાયના પક્ષો ના સાંસદો તો છે જ . પણ હાલ ના વડાપ્રધાનની કાર્યશૈલી અને સ્વભાવ ને જોતા લાગતું નથી કે નેહરુ જેવી વ્યથા એમને અનુભવાય !

વડાપ્રધાન ન હતા બન્યા ત્યારે મોદી એ રેલીમાં અને ઈન્ટરવ્યુંમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " જે ક્રિમિનલ સાંસદો હશે એની યાદી બનાવીને હું સુપ્રિમ કોર્ટને સોપી દઈશ એ સાંસદો પછી ભાજપના હોય કે બીજા અન્ય પક્ષના હોય " આ બહુ જ આવકારદાયક અને હિમતભર્યું વચન છે.
પરંતુ એની શરૂઆત ઘરથી જ શરૂ થવી જોઈએ ગુન્હાહિત રેકોર્ડ ધરાવતા સાંસદો સામે પગલા લેવાની હિમ્મત મોદી એ બતાવી છે એ લોકશાહી માટે શુભ શરૂઆત છે.
આ ઈશ્યુમાં મોદી સામે સાંસદો જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ ઘણી છે..!

આવા ઘણા મુદ્દા , પ્રજા ની વધુ પડતી અપેક્ષાઓ અને પડકારો મોઢું ફાડીને સરકાર સામે ઊભા છે...!

~ મૌલીન શાહ , અમદાવાદ
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પર થી એડિટ કરી ને)

No comments:

Post a Comment