‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે‚ રમન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં નારી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ કરે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ ભારત.
આપણા ભારતવર્ષની સંસ્કૃતિમાં મનુષ્યને એના મનુષ્યત્વને કારણે જ સ્વીકારવામાં આવે છે‚ કોઈ જ પ્રકારના સ્ત્રી-પુરૂષ‚ નાનાં મોટાં‚ ગરીબ-શ્રીમંત કે ઊંચા-નીચાના ભેદભાવ વિના. સમસ્ત માનવજાતની ઉન્નતિ કે અધોગતિ‚
બન્નેના સમાન સન્માન કે અપમાન ઉપર જ આધારિત છે. અને જ્યારે જ્યારે નારી કે પુરૂષની મહત્તા વધતી ઓછી થઈ છે ત્યારે સમગ્ર માનવ સમાજની સમતુલા જોખમાતી રહી છે...
મહિલા સશક્તિકરણ અને નારી સંસ્કૃતિ ના નામે પ્રચાર કરતી ભાજપા ના સંસ્કાર !
પત્રકાર પરિષદ વાત ચાલતી હતી રાજ્ય માં કારીગરો ,શ્રમિકો અને મજુરો ની અછત ની ત્યારે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા એ કીધું કે ખેતી માટે મજુર નથી, ઘર માં નાણા મોટા રિપેરિંગ માટે કડિયા, પ્લમ્બર કે ઇલેક્ટ્રીશિયન નથી મળતા તમને જરૂર પડે તો "ગુજરાત માં ઘરવાળી જલ્દી મળી જશે પણ કામવાળી નહિ મળે" ...
શું નાણા મંત્રી ના વિવાદાસ્પદ સંશોધન ને રમુજ વૃત્તિ માં ગણી શકાય ???
No comments:
Post a Comment