Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Tuesday, 12 June 2012

હાય રે મોંઘવારી !! અંગત મોજ શોખ અને પેટ ની ભૂખ વચ્ચે નું અંતર ઘણું લાંબુ છે !!

હાય રે મોંઘવારી  !!
-જ્યાં જુઓ ત્યાં શોપિંગનું શૂરાતન, ખાણી-પીણીની જ્યાફત અને વ્હીકલ્સનો કલશોર .....

-મધ્યમ વર્ગ (એટલે કે હું અને કદાચ તમે ) , મંદી, મોંઘવારી અને મની ચારેયમાં  'મ' / M  કોમન છે......

-ભારતનો મધ્યમ વર્ગ ૩૦૦ કરોડ બોટલો ઠંડા પીણાની ગટગટાવી જાય છે.  ૧૬૦૦૦ ટન ટેલકમ પાવડર ચહેરા પર છાંટે છે,  ૪૦૦ ટન પોટેટો ચિપ્સ ચાવી જાય છે....

-પેટ્રોલ માં રૂપિયા  સાતનો ભાવવધારો ઝીંકાયો તે પછી પણ રોજ જેટલા લીટરનો ઉપાડ થતો હતો તે જ સરેરાશ જળવાઈ રહયો છે ....
-રેસ્ટોરા માં છેલ્લા ત્રણ વર્ષમાં  ૬૦થી ૭૦ ટકા ભાવ વધાર્યો છે છતાં પાર્ટીઓ અને  ગ્રુપ બુકિંગ વધતા જ જાય છે...
-૮૦ કરોડ થી  ૧૨૦ કરોડનું બોક્સઓફિસ કલેક્શન કરતી ફિલ્મોની સંખ્યા પણ વધતી જાય છે...

-વેકેશન માં પ્રવાસો હવે દુબાઈ, સિંગાપોર, યુરોપના થાય છે... એરપોર્ટ પરની ભીડ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેશન જેવું જ દ્રશ્ય સર્જે છે....રેલ્વે ની તો વાતજ કરવા જેવી નથી.....

-નોકિયા ,સેમસંગ, એલજી, વગેરે મોબાઈલ  કંપની દર ૧૫ દિવસે નવા મોડેલ  બહાર પાડે અને ૧-૨ દિવસ માં તો  સ્ટોક ખાલી  કરીદે છે  આજ મધ્યમ વર્ગ  !!

-મોલ્સ માં પાર્કિંગ મળતા નથી ....માત્ર મોલ્સ જ  નહિ  અમદાવાદ માં ત્રણ દરવાજા  અને  કોટ વિસ્તાર ના બજારો પણ  ધમ ધમે જ  છે .....

-અત્યારે ભારતમાં સવા ચાર કરોડ ટી.વી. સેટ્સ, ૪૫ લાખ કાર, સાડા ત્રણ કરોડ ટુ વ્હીલર, ૪૦ લાખ વોશિંગ મશીન અને દોઢ કરોડ જેટલી ટેલિફોન લાઇન્સ છે ! આમાં નેવુ ટકા ગ્રાહકો મધ્યમ વર્ગના છે....

-ભારતની વસ્તીમાંના ૬૦ કરોડ લોકો આવા મધ્યમ વર્ગમાં આવે છે........

સરકાર ને માથે મોંઘવારીની હૈયાવરાળ ઠાલવી ઓટલા પરિષદ ભરતા (આજ કાલ  સોસીઅલ મીડિયા - ફેસબુક વગેરે ) નાગરિકોને પૂછવું જોઇએ કેમ કે, મોંઘવારી... મોંઘવારી કરનારા ઘણાને તો ભાવ કેટલા આસમાને ગયા છે તેની ખબર જ નથી હોતી. બિચારી ગૃહિણીને એક-બે હજાર પકડાવી ગૃહસ્થો ગુટખા, ચા-પાણી, ફરસાણ આરોગતા 'સાલી શું મોંઘવારી છે' ની માંડતા હોય છે....

*ખાસ નોંધ : મોંઘવારી  છે અને વધેજ  છે  પણ સાથે સાથે લોકો ના આવક ના સાધનો અને  ઇનવેસ્ટમેન્ટ (શેર બજાર, એફડી, ફંડ વગેરે)  પર ની આવક વધતી ગયી છે  એટલે  મધ્યમ વર્ગ (હું અને કદાચ તમે ) આ બધાજ શોખ જેમ તેમ કરી ને  પુરા કરી લઇએ છીએ ....પણ  શોષિત અને અત્યંત ગરીબ મજુર વર્ગ  કે જેનો અવાજ દબાયેલો છે (રાજકીય રીતે મતદાર નથી તે ) એમને શું મુશ્કેલી પડે છે તે  અનુભવ વગર  સમજી શકાય તેમ નથી ...
અંગત મોજ શોખ  અને પેટ ની  ભૂખ  વચ્ચે નું અંતર  ઘણું લાંબુ છે  એ ક્યારેય  બ્રીજ  થી જોડાય તેમ નથી....

My Request : આ  બ્લોગ ને રાજકીય  બનાવવા ની કે રાજકીય ટીપ્પણી /કમેન્ટ ના કરો તે વિનંતી છે ..
(લી મૌલીન શાહ , અમદાવાદ ....સૌજન્ય : આંકડા ગુજરાતી દૈનિક પર થી )




No comments:

Post a Comment