Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Monday, 2 July 2012

ઘૂંઘટ કી આડ સે દિલભર કા દીદાર અધૂરા રેહતા હે -જુહી ચાવલા ને ભાજપ પોરબંદર થી ઉમેદવાર બનાવશે ? ભાજપ નું આ પગલું અર્જુનભાઈ ની ચોક્ખી જીત તરફી આગે કુચ ને સાબિત કરે છે.



Ghunghat ki Aad se Dil bhar ka ......
"ઘૂંઘટ કી આડ સે દિલભર કા દીદાર અધૂરા રેહતા હે ......જબ તક ના પડે આશિક કી નજર શ્રીંગાર અધૂરા રેહતા હે." વાત છે રૂપાની ઘંટડીના રણકાર જેવો મીઠો સ્વર, આકર્ષક ચહેરો અને ખડખડાટ હાસ્યને કારણે ૯૦ ના દાયકા ની સફળ  અભિનેત્રી અને જાણીતા ઉદ્યોગપતિ ની ધર્મ પત્ની જુહી ચાવલા (મહેતા) ની !!


આજ ના ગુજરાતી દૈનિક મુજબ પોરબંદર વિધાનસભા માં અર્જુનભાઈ મોઢવાડિયા સામે ભાજપ પાસે કોઈ મજબુત ઉમેદવાર ના હોવાથી જુહી ચાવલા ને તૈયાર કરવા માટે મોદી બ્રાન્ડ ભાજપ એડીચોટી નું બળ લગાવી રહી છે....


શું આ ભાજપ ની નબળાઈ છે ?? કે ઈલેક્શન લડવા ની હા પાડવા પાછળ નું કારણ પોરબંદર માં ઉદ્યોગ ચલાવતા જુહીજી નાં પતિ જય મહેતા પર સરકારી દબાણ કે દાદાગીરી નું પરિણામ ?? 


શું કદાચ ઘણા સમય થી કોઈ હિટ મુવી માં સ્થાન ના મળતા એક માત્ર પબ્લીસીટી માટે લેવાયેલો નિર્ણય ??

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) સતત બે ટર્મ થી પોરબંદર નાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષ ના નેતા (CLP leader) પણ રહી ચુક્યા છે..અત્યારે પક્ષ ના પ્રમુખ તરીકે સફળ ભૂમિકા બજાવનાર અને સાથે સાથે પક્ષ માં એક નવો જોમ અને બળ પૂરનાર તરીકે એમની ગણના થાય છે ... ભાજપ નું આ પગલું અર્જુનભાઈ ની ચોક્ખી જીત તરફી આગે કુચ ને સાબિત કરે છે..
 

(લી. મૌલીન શાહ , અમદાવાદ ... ફોટો સૌજન્ય : ગુગલ સર્ચ )




No comments:

Post a Comment