Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Monday, 3 September 2012

અમેરિકા મોદી ને તો વિઝા આપતું નથી પણ સાથે સાથે એમના પુતળા ને પણ વિઝા મળતા નથી !

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને પોતાને વારંવાર સરદાર પટેલ સાહેબ સાથે સરખાવા ની આદત સૌ જાણે છે. હદ તો ત્યારે થાય છે કે જયારે તે પોતાને મહાત્મા ગાંધી સાથે સરખાવે !!
'ગાંધીજી અને સરદાર સાહેબ ના પેન્ગડા માં મોદી પગ મુકવા જાય તો કુદરત પણ મંજુર નથી કરતી' તેનો પરચો અમેરિકા ખાતે યોજાયેલા 'ચાલો ગુજરાત'-વિશ્વ ગુજરાતી સંમેલન -૨૦૧૨ માં મુખ્યમંત્રી મોદી એ અનુભવ્યો !! 
અમેરિકા ના વિઝા ના મળ્યા હોવાથી કાર્યક્રમ માં પોતાની વાહ વાહ કરાવવા માટે મુખ્યમંત્રી મોદી દ્વારા મેડમ તુસાદ સંગ્રહાલય લંડન ખાતે મુકેલા બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જેવા ત્રણ મીણ ના પુતળા (Wax Statues) કાર્યક્રમ માં ગોઠવવા ની વ્યવસ્થા કરી હતી ....
જેમાં એક પોતાનું (મોદીનું) પુતળું , બીજું મહાત્મા ગાંધીજી નું પુતળું અને ત્રીજું સરદાર સાહેબ નું !!
સ્વપ્રસીદ્ધી ની આવી તે કેવી ભુખ?
આ ત્રણ પુતળા બનાવા નો ઓર્ડર આપ્યા બાદ પુતળા કન્ટેનર માં દરયાઈ જહાજ દ્વારા અમેરિકા રવાના થયા હતા પરંતુ ચીન માં કસ્ટમ ખાતા એ કોઈ પણ કારણસર આ પુતળા ત્યાજ અટકાવી દીધા જેથી સમયસર અમેરિકા પહોચ્યા ન હતા ..એક બાજુ મોદી સાહેબ ને વિઝા ના મળ્યા અને પોતે ન જઈ શકવા ની પરિસ્થીતી માં સ્વપ્રસિદ્ધિ માટે બનાવેલા પુતળા પણ ના પહોચતા મોદી સાહેબ ની ગંભીર નારાજગી ને લીધે મળતિયાઓ માં હતાશા ની લાગણી હતી ..
કાર્યક્રમ દરમિયાન ચર્ચા નો વિષય એ હતો કે અમેરિકા મોદી ને તો વિઝા આપતું નથી પણ સાથે સાથે પુતળા ને પણ વિઝા મળતા નથી..

(લી .મૌલીન શાહ , અમદાવાદ ....માહિતી : ન્યુજર્સી -યુએસ થી )

'ચાલો ગુજરાત' કાર્યક્રમ વિષે કેટલીક અફવાઓ મોદી ના મળતિયાઓ ઉડાવી રહ્યા છે .
કાર્યક્રમ ની સાચી માહિતી નીચે મુજબ છે :

અમેરિકા માં 'ચલો ગુજરાત' કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે પ્રથમ દિવસે ઉદઘાટન માં  ૧૭ મિનીટ સુધી ગુજરાતીઓ નું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય પરીપેક્ષ માં આપેલા પ્રવચન ને ઉપસ્થિત મોટી સંખ્યા માં એન.આર.આઈ - ગુજરાતીઓ એ શાંતિ થી સાંભળ્યું હતું અને ધારદાર પ્રવચન ને માણ્યું હતું. આ કાર્યક્રમ વિદેશ માં વસતા ગુજરાતીઓ માટે નું  બિનરાજકીય પ્લેટફોર્મ હોવાથી  શ્રી શક્તિસિંહએ  સંપૂર્ણપણે પ્રવચન માં તે બાબત નું સતત ધ્યાન રાખ્યું હતું .


બીજી બાજુ મુખ્યમંત્રી એ કાર્યક્રમ માં વિડીઓ કોન્ફરન્સ દ્વારા પ્રવચન માં માત્ર ને માત્ર કેનર સરકાર પર આક્ષેપો , દેશ ના વડાપ્રધાન વિષે જુઠાણા અને ગુજરાત માં ૧૦ વર્ષ ના શાસન ની વહીવટી નિષ્ફળતાઓ  છુપાવા માટે ખોટા આંકડાઓ નો આશરો અને કોંગ્રેસ પક્ષ ઉપર ટીકાત્મક વાતો સિવાય અન્ય કોઈ બાબતોનો સમાવેશ કર્યો ન હતો..
ચાલો ગુજરાત કાર્યક્રમ ના પ્લેટફોર્મ ને  માત્ર ટૂંકી રાજનીતિ અને સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યો હોવાથી પ્રવચન બાદ ત્યાના કાર્યક્રમ માં જોડાયેલા અનેક ગુજરાતીઓ એ અંદરો અંદર નારાજગી વ્યક્ત કરી  તેવા  સમાચાર અમેરિકા થી આવ્યા હતા ..
આ કાર્યક્રમ ના બીજા દિવસે આયોજકો ના વિશેષ આગ્રહથી  શ્રી શક્તિસિંહ ગોહિલ ને પ્રવચન માટે આમંત્રિત કરાયા હતા . મુખ્યમંત્રી ના રાજકીય દ્વેષભર્યા પ્રવચન ની સામે પ્રથમ દિવસે શક્તિસિંહજી ના પ્રવચન ની  મળેલી સફળતાથી  અકળાઈ ઉઠેલા મુખ્યમંત્રી ના ઈશારે પાંચ -સાત મળતિયાઓ એ  કાર્યક્રમ માં સતત વિક્ષેપ પાડવા પ્રયત્ન કર્યો હતો. શ્રી શક્તિસિંહ ના ટેકેદાર મિત્રો એ પણ સામા સુત્રોચ્ચાર કરવા ની શરૂઆત  કરતા  યજમાન અને  ગુજરાતીઓ ના  ઉમદા કાર્યક્રમ ની ગરિમા ને ધ્યાને રાખીને  શ્રી શક્તિસિંહ ગોહિલે પોતાનું  પ્રવચન ટુંકાવ્યું હતું .
With NewYork State Senator Toby Stavisky
હતાશ મુખ્યમંત્રી ના હતાશ મળતિયાઓ  સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પાયાવિહીન જુઠાણાઓ  ફેલાવે છે. મોદી ખુશામતખોરો એ સોસીઅલ મીડિયા અને સાંજ ના છાપા - ચોપાનીયા મારફતે ખોટી વાતો ફેલાવાની ઝુંબેશ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું હતું પણ સત્ય ને કોઈ છુપાવી શકે નહિ ...કાર્યક્રમ ની  વિડીઓ પણ થોડાક દિવસ માં પ્રસિદ્ધ થશેજ ત્યાં સુધી અફવાઓ અને જુઠાણા થી દુર રેહવું યોગ્ય છે.
Video:  http://youtu.be/Oc1u8OYUx3E





(માહિતી : ન્યુજર્સી -યુએસ થી , ફોટો :NriGujarati.co.in)

Video  :http://youtu.be/Oc1u8OYUx3E

8 comments:

  1. Apparently you seems to have bias mind against Narendra Modi. We love Modi and his rule, better then Proxi rule of Sonia gandhi through Manmohan govt.

    ReplyDelete
  2. And ur comment shows that u r laudator of Modi

    ReplyDelete
  3. Save Gujarat. Remove fascist elements. L

    ReplyDelete
  4. tamacho NRG people no...........kevo lagyo
    I know still tame loko nahi sudhrvana........keep fooling (thats what you did till 1995........roads were there but in worst condition, agriculture was there but in poor shape (below average yields, per acre, no returns etc), water scarcity was there always, tankers started from april onwards in more than 10000 villages, known gangs during your rule, electricity was regularly going

    I know you have answers from everything .....which are gol gol vato........but we can differentiate very well.....

    ReplyDelete
  5. save Gujarat and remove Sonia Gandhi (remove congress) all Indian know what is the truth and how Gujarat come No.1 in all the world in last 11 years which is not done by congress in past 35 years. so please don't give wrong information to all Indians.

    ReplyDelete
  6. The comments show high level of frustration in whole Modi Led BJP clan ! Get well soon!

    ReplyDelete
  7. Maternal and Neo-natal mortality rate among the women from poorest class of society had been a concern for a long time. Finally on 12th April 2005, the Hon’ble Prime Minister of India Dr. Manmohan Singh launched Janani Suraksha Yojana (JSY), under the enigmatic National Rural Health Mission (NRHM), to provide safe motherhood to poor pregnant women.
    JSY promotes institutional delivery of children rather than at home or unhygienic conditions. This Yojana has been implemented effectively with special focus on Union Territories and low performing states.
    Janani Suraksha Yojana is a 100% centrally sponsored scheme and it gives cash assistance with delivery and post-delivery care. The cash assistance ranges from Rs. 600 to 2000 in all states keeping in mind the rural and urban areas.

    ReplyDelete
  8. Shaktisinh Gohil Speech in Chaalo Gujarat - World Gujarati Conference 2012
    http://youtu.be/Oc1u8OYUx3E

    ReplyDelete