
છેલ્લા ૯ વર્ષથી લોકાયુક્તની જગ્યા ખાલી રાખવા માટે મુખ્યમંત્રી પોતેજ જવાબદાર
છે. સરકારના ભ્રષ્ટાચારો છાવરવા માટે નામદાર ગવર્નર દ્વારા થયેલી નિમણુંક ને
હાઈકોર્ટમાં શા માટે પડકાર્યો ??
રૂપિયા ૪૩૦૦૦ કરોડની અનિયમિતતાઓ કેગના અહેવાલમાં બહાર આવી છે તે છતાં
લોકાયુક્તની તપાસથી છટકવા મુખ્યમંત્રી સુપ્રીમકોર્ટમાં રીવ્યુ પીટીશન(સમીક્ષા અરજી) દાખલ કરવા ધમપછાડા
શા માટે કરે છે ?
જેવી રીતે કેન્દ્ર સરકારમાં 2G સ્પેક્ટ્રમ ઓકશનમાં એ.રાજા એ એન.ડી.એ શાસનના સમયથી ચાલી
આવતી નીતિ મુજબજ કોન્ટ્રેક્ટ આપ્યા હતા. પરંતુ તેના કારણે દેશની તિજોરીને રૂપિયા
૧.૭૭ લાખ્ કરોડનું નુકશાન થયાનો આક્ષેપ થવાથી જેલમાં જવું પડ્યું હતું .
આવીજ રીતે
ગુજરાતની ભાજપ સરકારે રૂપિયા ૧ લાખ કરોડ થી વધારેનું રાજ્યની તીજોરીને ૧૭
કોભાંડોથી નુકશાન કર્યાના આરોપો છેજ !!!
નામદાર સુપ્રીમ કોર્ટની સયુંકત જજની બેન્ચે લોકાયુક્ત ની નિમણુંકને
કાયદેસરતાની મહોર મારી દીધી છે. તેનો સરકારે સ્વીકાર કરવો જોઈએ અને રાજ્ય ની
તિજોરી ને નુકશાન કરનારા કોઈપણ ચમરબંધી કે નટવરલાલો હોય તેઓ વિરુદ્ધ તપાસ શરુ કરવી
જોઈએ અને સજા પણ કરવી જોઈએ...
~મૌલીન શાહ , અમદાવાદ
સચ કો કિસી કી આગે જુકને કી જરૂરત નહિ હે સત્ય કો આજ તક કોઈ ભી ઇન્શાન જુઠલા નહિ પાયા હે.
ReplyDelete