દબંગ રાદડિયા - કોંગ્રેસની લાચારી કે ભાજપની મજબુરી ? કોંગ્રેસ એમ
માને કે ટાઢા પાણીએ ખસ ગઈપણ વાસ્તવિક પરિસ્થતિ ચિંતાજનક !!
----------------------------------------------
આજે રાદડિયા પરિવાર ભાજપમાં જોડાઈ જશે એ નક્કી છે. આમ તો ભાજપે રાદડિયા જેવા લોકોને આ સમયે પક્ષમાં લેવા પડે એ તેની પણ મજબુરી કહેવાય, પણ અત્યારે એ વિના છૂટકો નથી. અત્યારે રાજકીય પક્ષોનું એકમાત્ર લક્ષ્ય સત્તા જીતવાનું હોય છે તે જોતાં આવા ચોખલિયાવેડા ભાજપને પરવડે પણ નહીં. અને ભાજપ એવા ચોખલિયાવેડા કરવા જાય તો હાસ્યાસ્પદ પણ લાગે..

રાદડિયાના રાજીનામા પછી ખરેખર તો કોંગ્રેસની આંખ ઉઘડવી જોઈએ. કોંગ્રેસમાં
જે થોડાઘણા એવા નેતા બચ્યા છે કે જે પોતાની શક્તિનો સિંહ ની જેમ પરિચય આપી શકે તથા અર્જુનની જેમ દિશા જોઈ શકે
તેવા નેતાઓ ભલે જાતિવાદ કે પ્રપંચો થી હારી ગયા હોય પરંતુ પોતાની તાકાત પર લોકચાહના અને
મિત્રોતો જીતીજ શકે છે, તેમાંના એક
રાદડિયાજી હતા. જોકે કોંગ્રેસ ઈચ્છે તો રાદડિયાના વિકલ્પ ઉભા
કરી શકે છે અને એવા વિકલ્પો સૌરાષ્ટ્ર માં છેજ !!
કોંગ્રેસ આવા નેતાઓ ને સાચવવાને બદલે વરસોથી અમુક પ્રપંચીઓના
હાથોમાં જ રમ્યા કરે છે. જેમના લીધે ગુજરાત માંથી કોંગ્રસ ને દશા અને દિશા બેવ
બેઠી છે . આ લોકોએ ભેગા થઈને ગુજરાતમાં કોંગ્રેસનું ધનોતપનોત કાઢી નાખ્યું છતાં તે
દિશા માં કોઈ જ પગલા નથી લેવાયા..
જે દિવસે હાઈકમાન્ડ નો અનાદર કરીને દબંગ રાદડિયાએ લોકસભામાંથી રાજીનામું આપ્યું અને વિધાનસભામાં એક પણ દિવસ ગયા નહિ એજ દિવસે કોંગ્રેસે સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી એક દાખલો બેસે .
![]() |
Narendra
#Modi will grace the grand homecoming of the "gun toting" MP - Radadiya !
|
ટોલનાકે બંદુક બતાવા મુદ્દે ભાજપે ચૂંટણી વખતે ખુબ બુમ બરાડા કર્યા હતા અને મોદીની ફેસબુકિયા ટોળકીએ હજારો ફોટો શેર કર્યા હતા અને આજે મોદી પોતેજ આ વર્ષો પેહલા ભાજપથી છુટાછેડા લીધેલા બંદુકધારી દબંગ નેતાને પોખવા જવાના છે !
નાના છોકરાને પણ સમજાય એવી આ વાત છે, પણ કોંગ્રેસના મોવડી મંડળને તે કેમ સમજાતી નથી.?
પરિણામ આપડી સામે જ છે ને
દોસ્તો !!
રાદડિયાની વિદાય પછી કોંગ્રેસ જાગે તો સારું.. બાકી હવે પછીની ચૂંટણીઓમાં તેને ઉમેદવારો પણ નહીં મળે તેવી હાલત થઈ જશે તેવી ચર્ચાઓ થવા લાગી છે...
રાદડિયાની વિદાય પછી કોંગ્રેસ જાગે તો સારું.. બાકી હવે પછીની ચૂંટણીઓમાં તેને ઉમેદવારો પણ નહીં મળે તેવી હાલત થઈ જશે તેવી ચર્ચાઓ થવા લાગી છે...
ખાસ નોંધ : આ પોસ્ટ મારા વ્યક્તિગત વિચાર છે
, પક્ષના હિતેચ્છુ તરીકે લખી છે . જો પરીવારજ નહિ સચવાય તો કોમવાદીઓ, જાતીવાદીઓ , પાંખડીઓ
, ગોડસેઓ , મનુવાદીઓ ને હાવી થતા કોઈ રોકી
નહિ શકે ....પક્ષ માંથીજ પ્રત્યાઘાતો અવળા આવશે એ તૈયારી
સાથે .....
આપનો મિત્ર ,
મૌલીન શાહ , અમદાવાદ (www.facebook.com/shahmaulin99)
No comments:
Post a Comment