Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Showing posts with label BJP. Show all posts
Showing posts with label BJP. Show all posts

Thursday, 29 May 2014

શું હાલની સરકાર (હા સરકારના જ સાંસદો !!)  કે મીડિયા વિરોધપક્ષ ની ભુમીકા માં આવી શકે ?
---------------------------------------------------------
નવી સરકાર સામે કોઈ વિરોધ પક્ષ જ નથી રહ્યો એ લોકશાહી માટે બહુ ચિંતાનો વિષય કહેવાય અને સાથે સાથે જે રીતે ઈલેક્ટ્રોનિક મીડિયાના પક્ષપાતી વલણ ને હવે સામાન્ય નાગરીકો પણ સમજવા લાગી છે ત્યારે તેવી પરીસ્થિતમાં  પ્રિન્ટમીડિયા એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડે એવા દિવસો આવ્યા છે. સાથે સાથે વિરોધ નો સ્વર સોસીઅલ મીડિયા પર પણ સારી રીતે રેલાય એ જરૂરી છે. એ યાદ રાખવુજ રહ્યું કે  ભિન્નમત એ લોકશાહીનો પ્રાણવાયુ છે...!!

સંસદમાં વિરોધપક્ષ નિર્બળ હોય ત્યારે શ્રી જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરવા પડે. નહેરુની લોકપ્રિયતા એટલી જબ્બર હતી કે સંસદમાં વિરોધપક્ષ જેવું કાઈ હતું જ નહિ એનાથી નહેરુ ખૂબ વ્યથિત થઇ ગયા અને પોતાના જ પક્ષના સાંસદોને બોલાવીને કહ્યું:  "તમારે વિરોધ પક્ષની પણ ભૂમિકા ભજવવાની છે" !!

જો કે અત્યારે સંસદ માં પરિસ્થતિ સાવ નેહરુયુગ જેવી પણ નથી. ભાજપા સિવાયના પક્ષો ના સાંસદો તો છે જ . પણ હાલ ના વડાપ્રધાનની કાર્યશૈલી અને સ્વભાવ ને જોતા લાગતું નથી કે નેહરુ જેવી વ્યથા એમને અનુભવાય !

વડાપ્રધાન ન હતા બન્યા ત્યારે મોદી એ રેલીમાં અને ઈન્ટરવ્યુંમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " જે ક્રિમિનલ સાંસદો હશે એની યાદી બનાવીને હું સુપ્રિમ કોર્ટને સોપી દઈશ એ સાંસદો પછી ભાજપના હોય કે બીજા અન્ય પક્ષના હોય " આ બહુ જ આવકારદાયક અને હિમતભર્યું વચન છે.
પરંતુ એની શરૂઆત ઘરથી જ શરૂ થવી જોઈએ ગુન્હાહિત રેકોર્ડ ધરાવતા સાંસદો સામે પગલા લેવાની હિમ્મત મોદી એ બતાવી છે એ લોકશાહી માટે શુભ શરૂઆત છે.
આ ઈશ્યુમાં મોદી સામે સાંસદો જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ ઘણી છે..!

આવા ઘણા મુદ્દા , પ્રજા ની વધુ પડતી અપેક્ષાઓ અને પડકારો મોઢું ફાડીને સરકાર સામે ઊભા છે...!

~ મૌલીન શાહ , અમદાવાદ
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પર થી એડિટ કરી ને)

Tuesday, 7 January 2014

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !

જ્યાં ઉજ્જડ ગામ માં **** પ્રધાન ! ત્યાં રણમાં હરિયાળી /રણદ્વીપ શોધવા જેવો ઘાટ સર્જાયો છે !
-----------------------------------------------
ગુજરાતમાં માત્ર એક વ્યકિતની નજરે જ આખી સરકાર/સંગઠન/પાર્ટી  ચાલી રહી છે અને સત્તાનું સંપૂર્ણ કેન્દ્રીકરણ થઇ ગયું છે. આમ જનતાને લોકશાહી અને લોકભાગીદારીમાં વિશ્ર્વાસ રહ્યો નથી .
ગુજરાતમાંથી પ્રતિભાઓ પલાયન થઇ રહી છે જે વાતાવરણ શિક્ષિત અને અતિશિક્ષિત લોકો માટે નિરાશાજનક છે.
સ્વપ્રચાર માટે કરોડો નો ધુમાડો થઇ રહ્યો છે અને અંતે તો કરપ્શન (#Corruption) અને જાસુસીકાંડ ( #SnoopGate) જેવા દુરાચારો જ પ્રજા સમક્ષ આવી રહયા છે.
કાળા બજારીયાઓ સાથેની સરકારની સાંઠગાંઠ અને ધર્મ આધારિત રાજનીતિથી જનતા પરેશાન છે જેના કારણે આમ નાગરિકો હવે વિકલ્પ શોધી રહયા છે.

ખાસ કરીને મુખ્યમંત્રીના મતવિસ્તાર મણિનગરમાંથી સૌથી વધુ લોકો ભાજપ અને મોદીથી નારાજ હોવાનું મીડિયાના ગ્રાઉન્ડ રીપોર્ટ પર થી જાણવા મળેલ છે.
લોકશાહીમાં સરકાર થી લઇ ને પક્ષ ના સંગઠનો અને તમામ એવી સંસ્થાઓ કે જેમાં સંઘ કાર્ય થી કામ થતું હોય બધેજ આવા સરમુખત્યારો (કેહવાતા હિટલરો)અને બિન લોકશાહી ઢબે કામ કરતા લોકો જોવા મળતાજ હોય છે પણ ગુજરાત ની વાત કઇક જુદીજ છે..
આવી હિટલરશાહી કે જે ખરા અર્થમાં તો અહીતકારશાહી જેવી છે એનો  અંત આવશે ખરો ??
ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી પેહરાવી દેવા છૂટ છે પણ પેહરી ને ગુસ્સે નહિ થવા નું !!
~ મૌલીન શાહ , અમદાવાદ
(www.facebook.com/shahmaulin99 , www.twitter.com/maulinshah9)

Thursday, 30 May 2013

લાચારી નું શ્રેષ્ઠ ઉદાહરણ :- જેને “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા એનાજ આજે “બળદ” બની ગયા !

લાચારી એવી કે ભૂતકાળમાં જેને “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા એનાજ આજે “બળદ” બની ગયા? પણ ઘાંચીની સ્થિતિ વધારે લાચાર !!
-------------------------------
જયારે વજનદાર (કદ્દાવર) હોદ્દેદાર હતા ત્યારે શહેર ના  કાર્યકરો અને નેતાઓ ને પોતાના ઇશારે કઠપુતળીની જેમ નચાવનાર ૬ મહીના અગાઉ વિધાનસભા ઇલેક્શન માટે ટીકીટ ન મળતા પક્ષ પલટો કરી ગયેલા આજે ખુબજ લાચાર લાગતા હતા જેને માટે સાચેજ સહાનુભૂતિની લાગણી આવી ગઈ !!
પોતાની સાથે બીજા ૭-૮ એમનાજ મળતિયા હોદ્દેદારોને લઇ ને પક્ષ પલટો કરે ૬-૬ મહિના વીતી ગયા છે અને આજે પણ ભાજપે ન તો કોઈ બોર્ડ/નિગમ માં સ્થાન આપ્યું કે ના સંગઠન માં કોઈ ફાલતું હોદ્દો!
એટલે આ નવરાઓ ભેગા થઇને એક યોજના બનાવી જેમાં એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસની ‘ફૂટેલી કારતુસો’ વીણી વીણી ને ભેગી કરવી અને ભાજપ અને એના ‘ફેકું’ ને ખુશ કરવા માટે એમનો પક્ષ પલટો કરાવો... 
છ મહિના ખુબ મેહનત કરી પણ જોઈએ એટલી ફૂટેલી કારતુસો એકઠી ન કરી શક્યા એટલે કોંગ્રેસે અગાઉ જેમને સસ્પેન્ડ કરેલા હોય તેવા ૪-૫ એન.એસ.યુ.આઇ ના હોદ્દેદારોએ જેઓ યુનિવર્સીટીની વેલ્ફેર જેવી ચૂંટણી હારેલા અને અગાઉ પક્ષ પલટો કરીને ભાજપામાં જોડાઈ ગયેલા કાર્યકરો  કે જેમને કોઈ જાણતુ પણ ન હતું તેમને આજે ફરીથી હાજર રાખીને પુનઃ ભાજપમાં જોડવાનું નાટક-“રિએન્ટ્રી” નો આજે નાટકીય કાર્યક્રમ ગોઠવાયો હતો એ પણ “પ્રથમ ગ્રાસે મક્ષિકા” ની જેમ સુપર ફ્લોપ !

ભાજપે ખોટો પ્રચાર કરી ને કહ્યું હતું કે ૬૦૦૦ જેટલા એન એસ યુ આઈના પ્રદેશ, જીલ્લા, શહેરના હોદ્દેદારો જોડાશે પણ ફરી ફેકું ની ફેકુનીતી જાહેર થઇ. ગુજરાત એન.એસ.યુ.આઇના આખા સંગઠન માં ૫૨૪૦ જેટલા ચૂંટાયેલા પ્રદેશ –જીલ્લા-શહેરના હોદ્દેદારો છે ત્યારે બાકીના ૭૬૦ ક્યાંથી આવે ? 
ફેક જ ને !!!
ચાલો ફેકવામાં એમને કોઈના પહોચે પણ મંચ સિવાય નીચે તો માત્ર ૯૦૦ ભાડુતી લોકોનીજ હાજરી અને કોંગ્રેસ માંથી જોડાવા વાળા માત્ર ૪૫ લોકો !
હવે વાત કરીએ છ મહિના પહેલા વરરાજા કે જે આજ ફેંકુ ને ઘાંચી કેહતા હતા આજે એજ લોકો એમના જ બળદ બની ને આમ તેમ ફરતા જોવા મળ્યા. આવી તો કેવી લાચારી ??
ખાસ નોંધનીય બાબત એ છે કે વરરાજા તો ચાલો કઈ પણ એમનું કરી લેશે પણ સાથે ગયેલા પેલા ૭-૮ જાનૈયાઓ નું શું ?? એતો બિચારા હવામાજ લટકી ગયા છે..વરરાજા એ આવા ‘ત્રાગા’ કરી ને શું લોકસભા ને લક્ષ્ય બનાવી છે કે પછી ગુજરાત ક્રિકેટ એસોસીએશન ?

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર મોદીની આઈપીએલ ફિક્સિંગ કાંડ મુદ્દે ચુપકી સેવી રાખવી એ ચર્ચા નો વિષય બન્યો છે એવા માં ૨-૩ દિવસ થી મોદીનું 'માઉથપીસ' બનીને મીડિયામાં ચમકી ને  શું મેસેજ આપી રહ્યા છે એતો સમય આવશે ત્યારે સમજાશે પણ આજે તો દુખ અને સહાનુભૂતિ પેલા બળદો માટે છે કે જેઓ આજે જેના પગમાં પડતા હતા તેનેજ એક સમયે  “ઘાંચી” કહી ને સૂત્રોચારો કરતા હતા..

સત્તા અને પદના લાલચુ બળદો તો લાચાર ખરાજ પણ એથી એ મોટો લાચાર ઘાંચી કેહવાય કે જેને આટલી પાખી હાજરીવાળા નાટક ને સંબોધવું પડ્યું !!!
~મૌલીન શાહ , અમદાવાદ  
(ખાસનોંધ : આ પોસ્ટ /બ્લોગ એક કટાક્ષ છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું કે પ્રાઈવેટ ફાર્મ માં યોજાયેલા આખાય નાટક નું આયોજન ભાડુતી માણસો સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એ કર્યું હતું . ૯૦૦ નો આંકડો ખુબ સુચક છે !)

Wednesday, 24 April 2013

સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ? શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા?

Construction of Ellis Bridge 
અમદાવાદનો એલિસબ્રિજ 121 વર્ષ પુરાણો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 1892માં ઐતિહાસિક એલીસબ્રિજનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ બ્રિજને સૌ પ્રથમ 1869માં અંગ્રેજાએ લાકડાની મદદથી બનાવ્યો હતો. જે 1875ના પુરમા નુકશાન પામ્યો હતો. જેના લીધે 1892મા તેને સ્ટીલથી બનાવામા આવ્યો હતો.  
આ ઐતિહાસિક બ્રીજ પરથી મહાત્મા ગાંધી એ 8મી માર્ચ 1930ના રોજ હજારોની મેદની વચ્ચે દાંડી માર્ચની જાહેરાત કરી હતી. આ બ્રિજને 1973, 1983, 1986મા ત્રણ વખત તોડી પાડવાની દરખાસ્ત કરવામા આવી હતી. જેને રદ કરવામા આવી હતી. આ બ્રિજ પરથી પસાર થતા વધુ વાહનોને પગલે તેને વર્ષ 1997માં વાહન વ્યવહાર માટે બંધ કરવામા આવ્યો હતો. વર્ષ 1999 આ બ્રિજને અડીને રૂપિયા 18 કરોડના ખર્ચે 'સ્વામી વિવેકાનંદ બ્રિજ' તૈયાર કરવામા આવ્યો હતો.
Ellis bridge
            એલિસબ્રિજના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને 1997માં બ્રિજના બન્ને છેડાનો વિકાસ કરીને ‘હેરિટેજ’ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેરમાં 100 વર્ષથી વધુ જૂના એવા 10 હજારથી વધુ મકાનો-ઈમારતો છે જેને હેરિટેજ ગણવામાં આવતા હોવાથી તોડી પાડવાની મંજૂરી આપવમાં આવતી નથી.
             પરંતુ બીઆરટીએસ પ્રોજેકટના અમલ કરવા માટે શહેરના પશ્ચિમ ભાગમાંથી મધ્ય અમદાવાદ માં પ્રવેશ માટે આ બ્રિજ પરથી બીઆરટીએસ પસાર કરવી અનિવાર્ય છે. તેથી સાબરમતી નદી પરના આ ‘લક્કડીયા પુલ’ તરીકે જાણીતા સ્ટીલ બોડીના પુલને તોડવા માટેની મ્યુનિ. કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ સ્ટેન્ડીંગ કમિટી માટે દરખાસ્ત રજી કરી છે. આ દરખાસ્ત પર ગુરુવારે મળનારી કમિટિની બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલા તેનો ઠેર-ઠેરથી વિરોધ ઉઠ્યો હતો.
               સીધું સાદું ગણિત મારીમચેડી ને સંશોધનરૂપે ન અપાય પણ કોણ આ સમજાવે? આયોજન ના ઘડવૈયા જો એટલું પણ આયોજન યોગ્ય રીતે ન કરી શકે કે કામ પૂર્ણ થાય ત્યારે ખબર પડે કે હવે તો આ નહિ ચાલે તે છે વિકાસ??
સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ??
શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા? કે પછી અમૂલ્ય ઐતિહાસિક સ્મારક નું અવમૂલ્યાંકન કરવું
?
                અમદાવાદના ઐતિહાસિક બ્રિજને તોડવાની કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્તથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે શાશક પક્ષ સામે લડી લેવાના મુડમાં છે. એલિસબ્રિજને તુટતો અટકાવવા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનું આયોજન કર્યું છે. તેમજ કોંગ્રેસે શહેરીજનોનો મત લેવા પીકેટીંગની પણ તૈયારી કરી છે.
ખાસ નોધ : મુદા ને સંલગ્ન ચર્ચા આવકાર્ય , ગાડી એમ પણ બ્રીજ પર જ ફસાઈ ગઈ છે માટે વધુ ટ્રાફિક ન કરવા નો અનુરોધ .
~મૌલીન શાહ ,અમદાવાદ


Friday, 5 April 2013

હિંદુ રાજ્યની વાતો ! અને લોકરક્ષણ કરતા એક માત્ર હિદુ રાષ્ટ્રના ગુરખા નેજ તમે જો રક્ષણ ન આપી શકો તો આમ જનતા નું શું?


ગુજરાત ને હિંદુ રાજ્ય અને ભારત ને હિંદુ રાષ્ટ્ર બનાવાની વાતો કરતા માત્ર રાજકીય પક્ષના કટ્ટરવાદી લોકો જો વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્રના વતની અને એ પણ વર્ષો થી ગુજરાત સ્થાયી નેપાળી (વિશ્વકર્મા) પરિવાર ને ઘર તોડવા ની બાબતે સાચવી ના શક્યા તો શું આ રાજ્ય ના હિન્દુઓ ને સાચવી શકશે ? 

કે પછી આ તો ચુંટણી વખત ના ચોખલિયા છે ??


ભારતમાં સરંક્ષણ માટે આર્મી એ  નેપાળી/ગુરખાઓના નામેજ  "ગુરખા રેજીમેન્ટ " બનાવી છે એજ નેપાળના વતનીઓ સાથે પરપ્રાન્તીઓ જેવો વ્યવહાર, વ્યવહારુ છે ??
૪૦ ડીગ્રી તાપમાન માં પોતાની જાત ને કેરોસીન નાખી ને ભસ્મીભૂત કરવી પડે ??


શું આને કેહવાય વિકાસ !
લોક રક્ષણ કરતા ગુરખા નેજ તમે જો રક્ષણ ના આપી શકો તો આમ જનતા નું શું??

* * કરેલા વચનો - 50 લાખ ઘર આપવાના * *

જે બનાવેલા 1 ઘર ને જો સાચવી(ન્યાય આપી) શકે નહિ તો નવા વસાવી શું કરવાનું કે માત્ર વાતો થી જ પેટ ભરવાનું ?
અને પછી જાહેરાત " खुशबू गुजरात की " !!!



એક બાજુ  શક્તિ પ્રદર્શનની તૈયારીઓ માં તંત્ર વ્યસ્ત હતું અને બીજી બાજુ ઘર નું ઘર ના મુદ્દે ન્યાય માટે એક પરિવાર ભડકે બળ્યું પણ હાજર હોવા છતાં ન મ્યુનીસીપલ તંત્ર મદદે આવ્યું ન પોલીસ કે ફાયર સ્ટાફ !!
શું આજ છે  'મોદીફાઈડ ઇન્ક્લુંસીવ ગ્રોથ' ?? 

અને કઈ શક્તિ નું કોના માટે પ્રદર્શન રાખ્યું છે ??

આજ જ છે ??  પગથીયે  થી સીડી સુધી પહોચવા રસ્તો ??

(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે.. આ બ્લોગને રાજકીય વિશ્લેષણ માટે અચૂક ગણવો પણ હા  કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર  )

આપનો મિત્ર 
મૌલીન શાહ, અમદાવાદ  (www.facebook.com/shahmaulin99)


Thursday, 7 March 2013

દબંગ રાદડિયા - કોંગ્રેસની લાચારી કે ભાજપની મજબુરી ? કોંગ્રેસ એમ માને કે ટાઢા પાણીએ ખસ ગઈપણ વાસ્તવિક પરિસ્થતિ ચિંતાજનક !


દબંગ રાદડિયા - કોંગ્રેસની લાચારી કે ભાજપની મજબુરી ?  કોંગ્રેસ એમ માને કે ટાઢા પાણીએ ખસ ગઈપણ વાસ્તવિક પરિસ્થતિ  ચિંતાજનક !!
----------------------------
------------------
આજે રાદડિયા પરિવાર ભાજપમાં જોડાઈ જશે એ નક્કી છે. આમ તો ભાજપે રાદડિયા જેવા લોકોને આ સમયે પક્ષમાં લેવા પડે એ તેની પણ મજબુરી કહેવાય, પણ અત્યારે એ વિના છૂટકો નથી. અત્યારે રાજકીય પક્ષોનું એકમાત્ર લક્ષ્ય સત્તા જીતવાનું હોય છે તે જોતાં આવા ચોખલિયાવેડા ભાજપને પરવડે પણ નહીં. અને ભાજપ એવા ચોખલિયાવેડા કરવા જાય તો હાસ્યાસ્પદ પણ લાગે..
પુરુષોત્તમ સોલંકી,બાબુ બોખીરીયા, જેઠાભાઈ , શંકરભાઈ  કે દીનુ બોઘા સોલંકી જેવા નેતાઓ ભાજપમાં રહી શકતા હોય તો દબંગ રાદડિયા પણ રહી જ શકે. રાદડિયા માથાભારે ખરા પણ પુરુષોત્તમ કે દીનુ સોલંકીની સરખામણીમાં ખરેખર સજ્જન લાગે એટલે તેમને પોંખવામાં ભાજપને તો ફાયદો જ છે..
રાદડિયાના રાજીનામા પછી ખરેખર તો કોંગ્રેસની આંખ ઉઘડવી જોઈએ. કોંગ્રેસમાં જે થોડાઘણા એવા નેતા બચ્યા છે કે જે પોતાની શક્તિનો સિંહ ની જેમ પરિચય આપી શકે તથા અર્જુનની જેમ દિશા જોઈ શકે તેવા નેતાઓ ભલે જાતિવાદ કે પ્રપંચો થી હારી ગયા હોય પરંતુ પોતાની તાકાત પર લોકચાહના અને મિત્રોતો જીતીજ શકે છે, તેમાંના એક રાદડિયાજી હતા. જોકે કોંગ્રેસ ઈચ્છે તો રાદડિયાના વિકલ્પ ઉભા કરી શકે છે અને એવા વિકલ્પો સૌરાષ્ટ્ર માં છેજ !!
કોંગ્રેસ આવા નેતાઓ ને સાચવવાને બદલે વરસોથી અમુક પ્રપંચીઓના હાથોમાં જ રમ્યા કરે છે. જેમના લીધે ગુજરાત માંથી કોંગ્રસ ને દશા અને દિશા બેવ બેઠી છે . આ લોકોએ ભેગા થઈને ગુજરાતમાં કોંગ્રેસનું ધનોતપનોત કાઢી નાખ્યું છતાં તે દિશા માં કોઈ જ પગલા નથી લેવાયા..

જે દિવસે હાઈકમાન્ડ નો અનાદર કરીને દબંગ રાદડિયાએ લોકસભામાંથી રાજીનામું આપ્યું અને વિધાનસભામાં એક પણ દિવસ ગયા નહિ એજ દિવસે કોંગ્રેસે સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી એક દાખલો બેસે .
પણ કોંગ્રેસની તે કદાચ બીજી ભૂલ હતી .કેમ કે પેહલી ભૂલ જયારે દબંગ રાદડિયા એ ટોલપ્લાઝા પર  બંદુક બતાવી હતી તે પછી  ધારાસભા ની ટીકીટ ફાળવી ને કરી હતી !! 
Narendra #Modi will grace the grand homecoming of  the "gun toting" MP - Radadiya !


ટોલનાકે બંદુક બતાવા મુદ્દે ભાજપે ચૂંટણી વખતે ખુબ બુમ બરાડા કર્યા હતા અને મોદીની ફેસબુકિયા ટોળકીએ હજારો ફોટો શેર કર્યા હતા અને આજે મોદી પોતેજ આ વર્ષો પેહલા ભાજપથી છુટાછેડા લીધેલા બંદુકધારી દબંગ નેતાને પોખવા જવાના છે !
નાના છોકરાને પણ સમજાય એવી આ વાત છે, પણ કોંગ્રેસના મોવડી મંડળને તે કેમ સમજાતી નથી.? 
પરિણામ આપડી સામે જ છે ને દોસ્તો !!
રાદડિયાની વિદાય પછી કોંગ્રેસ જાગે તો સારું.. બાકી હવે પછીની ચૂંટણીઓમાં તેને ઉમેદવારો પણ નહીં મળે તેવી હાલત થઈ જશે તેવી ચર્ચાઓ થવા લાગી છે... 
ખાસ નોંધ : આ પોસ્ટ મારા વ્યક્તિગત વિચાર છે , પક્ષના હિતેચ્છુ તરીકે લખી છે . જો પરીવારજ નહિ સચવાય તો કોમવાદીઓ, જાતીવાદીઓ , પાંખડીઓ , ગોડસેઓ , મનુવાદીઓ ને  હાવી થતા કોઈ રોકી નહિ શકે ....પક્ષ માંથીજ પ્રત્યાઘાતો અવળા આવશે એ તૈયારી સાથે .....
આપનો મિત્ર ,
મૌલીન શાહ , અમદાવાદ (www.facebook.com/shahmaulin99)

Monday, 11 February 2013

ઈજનેર કેદીઓ , જેલ અધિકારીઓ અને માત્ર એક મસકઅલી !! - કબૂતરે કેદીઓના કારસાનો પર્દાફાશ કર્યો!!


સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કબૂતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ જેલમાં સુરંગ ખોદવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. અને જેલમાંથી નાસી જવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો...
-----------------------------------------------------------------------------

અમદાવાદ બોંબ બ્લાસ્ટના આરોપીઓ રવિવારે સાંજે સુરંગ ખોદવામા વ્યસ્ત હતા. ત્યારે એક કબૂતર વાયરમા ફસાઈ ગયું હતું. આ કબૂતરને ફસાયેલું જોઈને એક કેદી અને જેલના પીએસઆઈ ગોવિંદ લકૂમ કબૂતરને બચાવવા ગયા ત્યારે બે કેદીઓ તેમને જોઈને નાસી ગયા હતા. કેદીઓને નાસતા જોઈને પીએસઆઈને શંકા ગઈ. અને તેમણે તપાસ કરી તો 16 ફૂટ ઊંડી, 26 ફૂંટ લાંબી અને 6 ફૂટ પહોંળી સુરંગ ખોદેલી હતી. એક કબુતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓના ષડયંત્રનો પ્રદાફાશૅ કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો...

આમ તો આરોપીઓ માટે કિલ્લેબંધ સમાન ગણાતી સાબરમતી જેલમાં સુરંગ બનાવવી મુશ્કેલ કાર્ય છે.પણ મહત્વની વાત તો એ છે સુરંગ ખોદનાર બોંબ બ્લાસ્ટના આરોપીઓમાંથી એક સિવિલ એન્જીનીયર અને એક મિકેનીકલ એન્જીનીયર છે. જ્યારે એક આરોપીએ બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે. આ આરોપીઓએ પોતાની ડિગ્રી અને આવડતનો ઉપયોગ કરીને સુરંગ ખોદવાનુ ષડયંત્ર રચ્યું હતું.. 

બોલપેનના કમ્પાસ બોક્સથી હોકાયંત્ર અને ચશ્માના ગ્લાસથી દુરબીન બનાવ્યું. અને ત્યારબાદ છોટા ચક્કરમાં આવેલા બાથરૂમ નજીક હોકા યંત્રની દિશા મુજબ ખોદકામ શરૂ કર્યું હતું. આ ખોદકામમાં લોખડના સળીયા, લાકડુ અને વાસણનો ઉપયોગ કર્યો હતો. બોંબ બ્લાસ્ટના આરોપીઓને સવારે 7થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન બેરેકની બહાર કાઢવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન 14 આરોપીઓ વારા-ફરતી સુરંગ ખોદતા હતા. સુરંગની માટી બહાર કાઢવા માટે લુંગીનું દોરડું બનાવીને ખાડામાં ઉતરતા હતા. અને કપડામાંથી માટી ભરીને બહાર કાઢતા હતા. આ માટી તેઓ જેલના બગીચામા નાખી દેતા હતા. આરોપીઓએ બગીચામાં ફૂલોના છોડ લગાવવાની આડમાં સુરંગ બનાવવાના ષડયંત્રને અંજામ આપ્યો હતો...

જે બેરેકમાં સુરંગ ખોદવામાં આવી છે ત્યાં બોંબ બ્લાસ્ટના 14 જેટલા આરોપીઓને રાખવામાં આવે છે.. જેમાંથી ત્રણ આરોપીઓએ સુરંગ ખોદી હોવાની કબૂલાત કરી લીધી છે...સુરંગ ખોદવાના કામમાં અક્ષરધામ કેસનો આરોપી પણ સામેલ હતો. જો કે સુંરગ ખોદવાની આ ઘટનામાં અન્ય કોઈ કોણ સંડોવાયેલું હતુ. જેલના કર્મચારી ષડયંત્રમાં સામેલ હતા કે નહી તેની પણ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે...

જો કે એક કબુતરના કારણે આ ષડયંત્રનો પર્દાફાષ થયો છે. જેલના અધિકારીએ રાણીપ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધ્યો છે. અને આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ પણ જેલની મુલાકાત લીધી છે. જે અંગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું જેલમાં નાસીને ફરી આતંકનો ભય ફેલાવવાની શક્યતા સૂત્રોએ વ્યકત કરી છે...

ખાતો નથી ખાવા દેતો નથી !! કબુતર તો ચણવાજ આવ્યું હતું  અને કેદીઓ ને ફસાવી ગયું !! પણ બીજા ઘણા લોકો આ મુદ્દે ફસાશે ...જોવાનું એકે આ ને સરકાર ભીનું કેવીરીતે સંકેલશે કે પછી આફત ને અવસર માં પલટશે !! .....???

ખાસનોંધ : "મસકઅલી" એ કબુતરનું  કાલ્પનિક નામ છે ગઈકાલે આ સમાચાર જોયા પછી તરતજ સોનમબેન કપૂરનું પેલું દિલ્હી -૬ નું ગીત કોઈ ચેનલ પર આવ્યું એટલે.........અને આ બ્લોગને રાજકીય વિશ્લેષણ કે કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર 

~મૌલીન શાહ ,અમદાવાદ


Tuesday, 29 January 2013

એ.રાજા અને યેદીયુરપ્પા જેવી સ્થિતિનો અંદાજો આવી જતા, લોકાયુક્તની તપાસથી છટકવા મુખ્યમંત્રીના સુપ્રીમકોર્ટમાં સમીક્ષા અરજી કરવા ધમપછાડા!


ગુજરાતમાં લોકાયુક્તના મુદ્દે રાજ્યસરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાને સ્વીકારવાના બદલે રીવ્યુ પીટીશન દાખલ કરવાની તૈયારી કરી રહી છે તે જ બતાવે છે કે મુખ્યમંત્રી હોવાના દાવા કરે છે તે પોકળ છે.

છેલ્લા ૯ વર્ષથી લોકાયુક્તની જગ્યા ખાલી રાખવા માટે મુખ્યમંત્રી પોતેજ જવાબદાર છે. સરકારના ભ્રષ્ટાચારો છાવરવા માટે નામદાર ગવર્નર દ્વારા થયેલી નિમણુંક ને હાઈકોર્ટમાં શા માટે પડકાર્યો ??

રૂપિયા ૪૩૦૦૦ કરોડની અનિયમિતતાઓ કેગના અહેવાલમાં બહાર આવી છે તે છતાં લોકાયુક્તની તપાસથી છટકવા મુખ્યમંત્રી સુપ્રીમકોર્ટમાં રીવ્યુ પીટીશન(સમીક્ષા અરજી) દાખલ કરવા ધમપછાડા શા માટે કરે છે ?


જેવી રીતે કેન્દ્ર સરકારમાં 2G સ્પેક્ટ્રમ ઓકશનમાં એ.રાજા એ એન.ડી.એ શાસનના સમયથી ચાલી આવતી નીતિ મુજબજ કોન્ટ્રેક્ટ આપ્યા હતા. પરંતુ તેના કારણે દેશની તિજોરીને રૂપિયા ૧.૭૭ લાખ્ કરોડનું નુકશાન થયાનો આક્ષેપ થવાથી જેલમાં જવું પડ્યું હતું . 

આવીજ રીતે ગુજરાતની ભાજપ સરકારે રૂપિયા ૧ લાખ કરોડ થી વધારેનું રાજ્યની તીજોરીને ૧૭ કોભાંડોથી નુકશાન કર્યાના આરોપો છેજ !!!

નામદાર સુપ્રીમ કોર્ટની સયુંકત જજની બેન્ચે લોકાયુક્ત ની નિમણુંકને કાયદેસરતાની મહોર મારી દીધી છે. તેનો સરકારે સ્વીકાર કરવો જોઈએ અને રાજ્ય ની તિજોરી ને નુકશાન કરનારા કોઈપણ ચમરબંધી કે નટવરલાલો હોય તેઓ વિરુદ્ધ તપાસ શરુ કરવી જોઈએ અને સજા પણ કરવી જોઈએ...
~મૌલીન શાહ , અમદાવાદ 

Wednesday, 23 January 2013

કટ્ટરવાદ એ કોમવાદી તત્વોના પિતૃઓની જાગીર નથી.


હું સંઘ /વિહિપ કે ભાજપ નો ટેકેદાર નથી કે નથી મારે કોઈ એમની સાથે અંગત ભેદ ! પણ છેલ્લા ૩-૪ દિવસ થી સોસિઅલ મીડિયા પર ટેરરીઝમ /આતંકવાદ પર જાત જાત નું લખાણ અને ખાસ ગૃહપ્રધાન ના "ભગવા" શબ્દ પ્રયોગ પછી કોંગ્રેસપક્ષ અને ટેકેદારોને અજુક્તી રીતે આ ચર્ચા માં લાવી ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપપ્રચાર નો મુદ્દો બનાવી ને હિંદુ /મુસ્લિમ ભેદરેખા ને ઘટ્ટ બનાવાનો સરળ કીમિયો કોમવાદી તત્વો ને મળી ગયો છે !!..

ખુબજ સસ્તો, સચોટ અને એકદમ રીઝલ્ટ ઓરીએનટેડ એવો કીમિયો કે જે ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરીને બીજેપી/સંઘ ને સત્તામાં આવે તે માટે યોગ્ય છે ...એમને છૂટ પણ છે એનો વારંવાર પ્રયોગ કરી શકે !!
કોંગ્રેસની નીતિ જગ જાહેર છે - ધર્મ નિરપેક્ષ- દરેક ધર્મ ને ન્યાય !!



કોંગ્રેસને પણ ખબર છે કે લઘુમતીના ન્યાયની વાત કરશે તો બહુમતી માં નુકશાન ભાજપ/સંઘની ઉશ્કેરણીથી થવાનુ તો પણ એમનું સ્ટેન્ડ કાયમ માટે એક સમાન જ રેહ છે જ !

ખુબ મોટો લાભ થઇ શકે છે તે છતાં પણ કોંગ્રેસપક્ષ ક્યારેય કટ્ટરવાદ (ધાર્મિક કે જાતીકીય)નો સહારો નથી લેવાનું એ વાત પણ એક સત્ય છે જે ભાજપ/વિહિપ/સંઘ જાણે છે એટલે વારંવાર એ કીમિયો જાણે કે એમનાજ પિતૃઓની જાગીર છે તેમ માની ને ફાયદો ઉઠાવે છે - આ વાત દરેક ભારતીય પણ જાણે છે !!


સર્વ ધર્મ સમભાવ એજ માનવ ધર્મ છે.....જે વ્યક્તિ કોઈના ધર્મ ને માન ના આપી શકે તે પોતાના ધર્મને પણ માન આપી શકતો નથી.....એ કેવળ ધર્મની પોકળ વાતો કરી જાણે છે !!


~મૌલીન શાહ , અમદાવાદ
(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે )

Saturday, 8 December 2012

મૂર્ખ ગધેડો....વારતા રે વારતા....વાઘનું ચામડું ઓઢેલો ગધેડો !!




એક નાનું એવું ગામ હતું....આ ગામમાં વિલાસ નામનો એક ધોબી રહેતો હતો. ધોબીની પાસે એક ગધેડો હતો...

એ ગધેડો બિચારો આખી જિંદગી સુધી તે ધોબીનો બોજ ઉપાડતો રહ્યો એને છેવટે ઘરડો થઈ ગયો. એ એટલો બધો તો અશક્ત થઈ ગયો કે ધોબીનાં કપડાંનું પોટલું પણ ઉપાડી શકતો નહીં અને મરવાની અણી પર આવી ગયો.

ધોબી સ્વાર્થી હતો. તેણે ગધેડાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમ છતાંય તેણે ગધેડાના બચાવ માટે તેના શરીર પર વાઘનું ચામડું ઓઢાડી દીધું જેથી કોઈ સામાન્ય પ્રાણી અથવા મનુષ્ય તેની નજીક આવીને તેને મારી ન શકે.

ગધેડો જંગલમાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે અનાજનાં ખેતરોમાં જઈને ખેડૂતોનો ઊભો પાક ખાઈને તેનું પેટ ભરવા લાગ્યો. ખેડૂત લોકોએ વાઘને તેમના ખેતરમાં ફરતો જોયો તો તે બિચારાઓ ડરીને દૂર ભાગી ગયા.

એક વાર એક હિંમતવાન ખેડૂતે વિચાર કર્યો, ‘આ વાઘને રાતના અંધારામાં સંતાઈને જ પોતે મારી નાખે.’

આમ વિચારીને તેણે પોતાનું તીર-કામઠું તૈયાર કર્યંુ અને ખેતરમાં જઈને છુપાઈને બેઠો.

ગધેડો પણ મફતનો માલ ખાવા માટે ટેવાઈ ગયો હતો અને હવે તો તેને રાત-દિવસ તોફાન-મસ્તી સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહોતું.

અને એવી જ મસ્તી-મોજમાં આવીને તે એ પણ ભૂલી ગયો કે તેણે વાઘનું ચામડું પહેરી રાખ્યું છે. બસ, એ તો માંડ્યો જોરજોરથી ભૂંકવા, ‘હોંચી... હો હોંચી... હો...’

ખેડૂત સમજી ગયો કે આ તો વાઘનું ચામડું ઓઢેલો કોઈ ગધેડો છે, જે આટલા દિવસ સુધી તેમને છેતરી રહ્યો હતો.

‘અમે પણ કેટલા ગાંડા!’ આમ વિચારીને તે ખેડૂતે ગધેડાને સામે જઈને જ તેના પેટમાં સીધું તેર મારી દીધું.

ગધેડો પોતાની ખોટી બડાઈને લીધે માર્યો ગયો. તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. તે સદાને માટે મૃત્યુની ઘેરી નિદ્રામાં પોઢી ગયો...

RIP !!!!


(ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી કોઈ એ પેહરવી કે પેહરાવી નહિ !!  રોજબરોજ ના જીવનમાં લોકો દ્વારા થતા છ્લ -કપટ ને સાબિત કરતી એક કટાક્ષરૂપી વાર્તા છે )
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પરથી થોડું એડીટ કરીને )

~મૌલીન શાહ 

Wednesday, 5 December 2012

मोदी पर फूटा “केजरीवाल बम” !


गुजरात चुनाव से ठीक पहले आम आदमी पार्टी (आप) के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने नरेंद्र मोदी पर गुजरात को लूटने के आरोप लगाये हैं. उन्होंने कहा कि मोदी ने बिजली उत्पादक कंपनी अडानी का फेवर किया. मोदी ने अदानी से काफी ऊंचे दामों में बिजली खरीदी. जबकि कई सरकारी कंपनियों ने कम दामों में बिजली बेचने का प्रस्ताव दिया था...
फ्री में दी गयीं खदानें
केजरीवाल ने आरोप लगाया कि गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी ने अदानी ग्रुप को फ्री में कोयला खदानें दिलवायी. उन्होंने कहा,  गुजरात सरकार ने कोयला खदानें तो फ्री में मुहैया करा दीं, लेकिन बदले में पांच रु पये प्रति यूनिट की दर से अदानी ग्रुप से बिजली खरीदी. इस तरह से सरकार को बड़ा घाटा हुआ. यह जनता के साथ धोखा है...  
मुफ्त में दी गयी जमीन 
केजरीवाल ने यह भी कहा कि गुजरात सरकार ने अदानी ग्रुप को फायदा पहुंचाने के लिए महंगी जमीन को सस्ते में दे दिया. केजरीवाल ने आरोप लगाया,  1,600 करोड़ रुपये की जमीन को सिर्फ एक रुपये प्रति स्क्वॉयर मीटर की दर से अदानी ग्रुप को दिया गया.  केजरीवाल ने सवाल पूछा है कि आखिर गुजरात सरकार अदानी ग्रुप पर मेहरबान कैसे हो गयी???
मोदी सरकार अदानी की दुकान
केजरीवाल ने कहा कि मोदी व्यापारिक घरानों का साथ दे रहे हैं. उन्होंने यह भी कहा कि कांग्रेस और बीजेपी व्यापारिक हितों को लेकर एक जैसे हैं. केजरीवाल ने कहा,  मोदी सरकार अदानी की दुकान है.....

खास नोंध : वैसे में केजरीवाल का आलोचक हू और रहूगा !...उन्होंने व्यक्तिगत रूप से आजतक सिर्फ एक ही पार्टी को निशाने पे लिया हुआ था ...गोरतलब हे की अब वे एक राजकीय पार्टी बना चुके हे और आज साबित कर दिया की वे पहले भाजपा की रिटेल दूकान चलाते रहे हे लेकिन मोदी पे निशाना तान के यह सपष्ट हो गया की केन्द्रीय भाजपा और मोदी के बिच में खाई हे !!
~मौलिन शाह 

Thursday, 8 November 2012

સંઘ-વિહિપ ને અચાનક મંદિર-મઠ કેમ યાદ આવ્યા ?એ પણ ગુજરાત માં?


હિન્દુત્વના નામે સંઘ-વિહિપના જોરે મુખ્યમંત્રી બન્યા પછી રાજયના પાટનગર અને અન્ય જીલ્લાઓમાં વિકાસના નામે હજારો મંદિરો તોડી પાડવામાં પણ આજ ભાજપ સરકાર નંબર-૧ બની છે !!!

ચુંટણીને ફક્ત ૩૪ દિવસ રહી ગયા છે ત્યારે સંઘ અને વિહિપને એવું તો શું સુઝ્યું કે અચાનક એમને મંદિરો–મઠ ની યાદ આવી ગઈ ?? 
ગુજરાતમાં આટલી સંખ્યા માં મંદિરો તૂટ્યા, હજારો હિન્દુઓ કોમી તોફાનોના નામે જેલ ભેગા કરાયા અને રોજ સિવિલ કોડનો ભંગ થતો રહ્યો ત્યાં સુધી સંઘની એકપણ શાખા ગુજરાત માં કેમ કાઈ બોલી નહિ ?
વિહિપ દ્વારા આ બાબતે વારંવાર પરંતુ ક્ષણિક વિરોધ થતો રહ્યો પણ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કેમ ન કરી ?
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલી હિન્દુ ધર્મ આચાર્ય સભામાં આરએસએસના વડા અને વિહિપના અગ્રણી નેતા તથા દેશભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતમાં સમાન સિવિલ કોડ, મંદિર-મઠમાં સરકારના હસ્તક્ષેપ પર પાબંધી લાદવા સહિતની માગણી કરી હતી.

અહિયા એક વાત એ પણ યાદ કરાવવી યોગ્ય રહેશે કે થોડા મહિના અગાઉ (માર્ચ ’૧૨) અયોદયાના રામ-જાનકી મંદિર ખાતે આદિવાસી કન્યાઓ દ્વારા સંઘ પ્રમુખના ચરણ ધોવડાવવા બાબતે અયોધ્યાના મહંતો  અત્યંત નારાજ થયા હતા !!

ખાસ નોંધ : અત્રે ધર્મ ને ઠેસ પહોચાડવાનો કે કોઈની બદનક્ષીનો ઈરાદો નથી.
જો આ પ્રસંગ ખરેખર ધાર્મિક હતો તો પછી રાજકીય વ્યક્તિઓ અને ભાજપના મુખ્યમંત્રીની હાજરી શું યોગ્ય ગણાય ??? ...
કોઈ ભૂલ હોય તો માફ કરજો !!
~ મૌલીન શાહ (અમદાવાદ)ના જય શ્રી કૃષ્ણ !

Thursday, 20 September 2012

"बोखलाहट में मोदी मानसिक संतुलन एवं भाषा की शालीनता खो चुके हे ! अभद्र भाषा का प्रयोग मोदी की कार्यशैली बन चुकी है" :Anand Sharma @ Gujarat Congress Office

केंद्रीय मंत्री श्री आनंद् शर्मा ने रिटेल में एफडीआई ,गौ माँस निकास ,डीज़ल ,एन आइ डी ,धोलेरा स्पेसिअल इन्वेस्टमेंट रीजन, टेक्सटाइल नीति ,कोटन एक्सपोर्ट जेसे नीतिगत मुद्दों पे चर्चा की एवं मोदी द्वारा गुजरात में जिस तरह से शालीनता हिन् भाषा में केन्द्र सरकार ,डॉ.मनमोहनसिंह ,सोनिया गाँधी और राहुल गाँधी के खिलाफ अपप्रचार होता हे उसकी कड़े शब्दों में आलोचना की !!
------------------------------------------------


**** राजनितिक चर्चा :
केंद्रीय वाणिज्य एवं उद्योग मंत्री आनंद शर्मा ने गुजरात प्रदेश काग्रेस कार्यालय राजीव गाधी भवन में बुधवार को गुजरात के मुख्यमंत्री पर पलटवार करते हुए राहुल गांधी पर टिप्पणी करने के लिए आलोचना की और कहा, ‘‘मोदी धबराए हैं और अपना संतुलन खो चुके हैं.’’
शर्मा ने संवाददाताओं को संबोधित करते हुए कहा, ‘‘राहुल गांधी के बारे में टिप्पणी की गई थी कि उन्हें दूसरे देश(विदेश/इटली) से चुनाव लडना चाहिए, क्यों?? इस देश की जनता ने उन्हें लाखो मत देके निर्वाचित किया है. ये टिप्पणियां गैर जरुरी हैं और यह दर्शाता है कि मोदी उद्विग्न(Anxious/Jealous) हैं और अपना संतुलन खो चुके हैं.’’ 
शर्माजी ने कहा, ‘‘राहुल गांधी ने कभी नहीं कहा कि वह भारत का प्रधानमंत्री बनना चाहते हैं. उन्होंने अपने कार्य को जनता और संगठन को समर्पित किया है. वह ऐसे नेता हैं जो तीन-चार लाख मतों के अंतर से निर्वाचित होते हैं.’’ शर्मा ने कहा, ‘‘अगर मोदी वाकई अपना संतुलन खो चुके हैं तो यह न सिर्फ गुजरात के लिए बल्कि पूरे देश के लिए बेहद गंभीर मामला है.’’
शर्मा ने कहा, ‘‘मैं उन्हें एक सलाह देना चाहूंगा. अगर वह सोचते हैं कि उनका कद इतना बडा है, उनकी विचारधारा महान है, तो यद्यपि मैं उन्हें देश के बाहर जाने का सुझाव नहीं दूंगा क्योंकि वह कुछ देशों में जाने में सक्षम नहीं होंगे, उन्हें चुनाव लडने के लिए उत्तर प्रदेश या बिहार जाने दें.’’ उन्होंने कहा, ‘‘राहुल गुजरात में चुनाव लड सकते हैं और जीत भी सकते हैं. लेकिन अगर वह (मोदी) बिहार से चुनाव लडने का साहस करते हैं तो उन्हें सोचना चाहिए कि नीतीश कुमार कैसे प्रतिक्रिया व्यक्त करेंगे!!
आनंदजी ने कहा, ‘‘पिछले कुछ दिनों में कुछ सार्वजनिक टिप्पणियां की गईं जो लोकतंत्र के लिए सही नहीं हैं. चर्चा और आलोचना अच्छी बात है, परंपरा है लेकिन किसी की आलोचना करते वक्त हमें मर्यादा और गंभीरता को नहीं भूलना चाहिए. नरेंद्र मोदी इसे भूल गए हैं.’’ उन्होंने कहा, ‘‘मैं उस तरह की भाषा का इस्तेमाल नहीं करना चाहूंगा जैसी भाषा का प्रयोग मोदी ने किया क्योंकि वह न तो मेरी और न ही कांग्रेस की संस्कृति में है. असम्मानजनक और गलत भाषा, बयान का बार-बार इस्तेमाल किया जा रहा है. यह रोज की बात हो गई है.’’
उन्होंने कहा, ‘‘मोदी के साथ समस्या है कि वह खुद को जरुरत से ज्यादा प्रोजेक्ट करते हैं. हर व्यक्ति को अपनी हदें जाननी चाहिए.’’ !
स्वामी श्री विवेकानंदजी के नाम पर मोदी के प्रचार करने पर आपत्ति जताते हुए शर्मा ने कहा, ‘सरकारी खर्चे पर की जा रही इस यात्रा में अगर मोदी विवेकानंद के मूल्यों को आगे बढाते और उनकी भाषा में पूरी ईमानदारी और विनम्रता के साथ बोलते तो वह युवा पीढी तक कुछ संदेश पहुंचाते. लेकिन वह अपनी राजनीति का संदेश फैला रहे हैं और विवेकानंद ने जिन मूल्यों की आकांक्षा रखी थी उससे इसकी कोई साम्यता नहीं है.’’
शर्माजी ने कहा, ‘‘अगर वह राजनैतिक मुद्दों पर प्रचार करना चाहते हैं तो उन्हें गांधीजी, सरदार पटेल, नेहरु और मौलाना आजाद जैसी हस्तियों की तस्वीरें रखनी चाहिए और तब उन्हें राजनीति के बारे में बात करनी चाहिए.’’ मोदी राज्य में ‘स्वामी विवेकानंद युवा विकास यात्रा’ निकालकर प्रचार कर रहे हैं वोह गलत बात हे !!
शर्माजी ने कहा, ‘‘वह हमेशा अपनी छवि बदलना पसंद करते हैं. कभी उनकी तस्वीर ओवरकोट में देखेंगे, भले ही गुजरात में बहुत ठंड न हो, कभी कोट, मफलर और टोपी के साथ हाथ में गोल्फ स्टिक लिए हुए देखेंगे. अगर वह वाकई गोल्फ खेलना जानते हैं तो मुझे खुशी होगी.’’ मंत्री कहा, ‘‘मुझे उम्मीद है कि उनका असली चेहरा, सोच और विचारधारा को राज्य की जनता के समक्ष रखा जाएगा.’’

**** नीतिगत चर्चा :
-----------------------------------
- मोदी को सरकारी तिजोरी का उपयोग राज्य के लिए करना चाहिए ना की अपनी खुदकी यात्राओं में . वह फंड राज्य के सोसियो इकोनोमिक इंडेक्स को ऊँचा लाने में होना चाहिये ..उन्हों ने संवादाताओ को बताया की “गुजरात में गरीबी रेखा के निचे जीनेवाले लोगो का प्रमाण २००१ में ३१.०८% था जो अब २०११ में बढ़ कर ३९.५% हो गया हे . ऐसे ही गुजरात में साक्षरता दर ७९ % हे जब की केरल में ९४% महाराष्ट्र में ८३% ,मणिपुर एवं तमिलनाडु में ८०% और दिल्ही में ८६% हे..
- केन्द्र सरकार गुजरात का अहित कर रही हे ऐसी छवि मोदी द्वारा बनाइ गयी हे वोह बिलकुल धोखाधड़ी/चीटिंग हे !
उन्हों ने दावा किया की “हर एक राज्य एवं केन्द्र के हित का ध्यान रखते हुए हमने निकास (एक्सपोर्ट) नीति बनाइ हे. राष्ट्र ने २०११ -१२ में कोटन (कपास) की बड़ी मात्र में निकास की हे और उसका लाभ सबसे अधिक मात्र में गुजरात के किसानो को हुआ हे उस बात का मुझे आनंद हे और गर्व भी. एनडीए के शासनकाल में निकास की मात्र बहोत कम थी.
- गुजरात के धोलेरा में स्पेसिअल इन्वेस्टिगेशन रीजन की मंजूरी भी केन्द्र सरकार ने ही दी हे !
गुजरात में केन्द्र सरकार द्वारा रु.७९० करोड के इन्वेस्टमेंट से स्पेसिअल इंटीग्रेटेड टेक्सटाइल प्रोजेक्ट की योजना पे भी काम चालू हो गया हे. यह प्रोजेक्ट के अंतर्गत केन्द्र सरकार ने हाजिरा ,सूरत और कच्छ में स्पेसिअल पार्क को मंजरी दी हे . यह प्रोजेक्ट से गुजरात में २९००० प्रत्यक्ष एवं ८०००० परोक्ष रोजगारी मिलने जा रही हे ! 
- मंत्री श्री आनंद शर्मा गांधीनगर में एनआईडी(NID)के पोस्ट ग्रेज्युएट केम्पस का उद्घाटन करने आये थे.उन्होंने कहा की टुंक समय में एन आई डी बिल को केबिनेट मंजूरी देने वाला हे उसके बाद एनआईडी सेंटर ऑफ एक्स्सेलंस बन जाएगा! जेम्स एंड ज्वेलरी तथा ऑटोमोबाइल डिजाइन सेंटर भी स्थापित किए जाएंगे ताकि उन सेक्टरो को बढ़ावा मिलेगा ...
- गुजरात सरकार का गौ-मांस निकास का आरोप निराधार है. यूपीए सरकार ने एनडीए सरकार की नीति में कोई बदलाव नहीं किया है.. उल्टा गौ-मांस निकास और इसके स्रोत दर्शाने संबंधी नियम कड़े किए हैं. मोदी सरकार ने तो गुजरात में गौ’चर और खेत भी बेच डाले हैं...
- एफडीआई (FDI) एवं डीज़ल कीमत की रोलबेक करने के किसी पत्रकार मित्र के सवाल पे उन्हों ने कह दिया की “हम आर्थिक सुधारना के मुद्दे से पीछे नहीं हटेंगे क्यों की हम ‘रोलबेक’ शब्द में मानते नहीं हे यह (एफडीआई) निर्णय हरेक राज्यों के साथ विचार विमर्श करने के बाद लिया गया हे.” इसीलिए एफडीआई के मुद्दे को लागू करने की बात राज्यों पे निर्भर रखी हे...
- रिटेल में एफडीआई को भाजपा/एन डी ए के शासन काल में केबिनेट नोट द्वारा तैयार किया गया था जो २००४ के चुनाव में वह सरकार का पतन होते ही उसपर कार्यवाही अधूरी रह गइ थी .यदि भाजपा संसद को चलने देता तो में वह दस्तावेज एवं जरुरी सत्य वही पे पेशकश करता एवं अभी भी करने के लिए तैयार हू ...

(खास नोंध :में मौलिन शाह खुद इस प्रेस कोंफर्न्स में हाजिर था .श्री आनंद शर्मा एक प्रभावशाली प्रवकता एवं मंत्रालय के विषय में माहिर व्यक्ति हे उनकी बोडी लेंग्वेज, कोंफिडंस, जोश, जूनून, कोमर्स एवं मेक्रो/माइक्रो इकोनोमी का नोलेज तथा रजुआत करने की शक्ति अद्भुत थी. एक या दो संवादाता के अलावा किसी ने कोई प्रश्न नहीं किया था क्यों की एक भी पॉइंट उनकी प्रेस कोंफरंस की स्पीच में छूटा नहीं था..ऐसे ही प्रभावशाली राष्ट्रीय नेता को गुजरात के चुनावी माहोल में मोदी के जूठे एवं गोबेल्स प्रचार का सामना करने और कोंग्रेस संगठन को गाइड करने के लिए आना चाहिए एसी चर्चा प्रदेश कोंग्रेस कार्यालय में पुरे दिन होती रही थी !!)