Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Monday, 25 February 2013

पवार को याद आई सोनियाजी की सियासी कुर्बानी !!



कहते हैं राजनीति में कोई भी बात पुरानी नहीं होती. कम से कम श्रीमती सोनिया गांधी का प्रधानमंत्री पद को ठुकराना तो भारतीय राजनीति की वो बात है, जिसे कांग्रेस कभी पुरानी होने भी नहीं देना चाहेगी..
लेकिन अब तो वो लोग ही सोनियाजी की इस सियासी कुर्बानी को याद करने से गुरेज नहीं करते जो कभी सोनियाजी  के मुद्दे पर ही कांग्रेस से अलग हुए थे.
श्री शरद पवार को तो आप जानते ही हैं. और ये भी जानते ही होंगे कि उन्होंने एनसीपी क्यों बनाई थी. लेकिन आज जब वो सियासत के पुराने पन्नों को पलटते हैं, तो सोनियाजी के लिए शहद भरे बोल जुबान से खुद ही टपक पड़ते हैं...
एनसीपी अध्यक्ष शरद पवार ने कहा, 'वो विवाद हमने ही खड़ा किया था. पर एक बात मुझे माननी होगी कि प्रधानमंत्री पद का मुद्दा हमने उठाया था. लेकिन हमें बाद में समझ में आया कि इतना बड़ा प्रधानमंत्री का पद उन्हें मिल रहा था लेकिन उन्होंने स्वीकार नहीं किया, ये सोनियाजी का बड़प्पन है.'...
सत्ता के समीकरण होते ही ऐसे हैं. जब विरोध में रहें तो जमकर विरोध करें और जब हाथ मिल जाए तो दोस्ती तो निभानी ही पड़ेगी. घड़ी की सुइयों के साथ पवार के बदलते तेवर और बोल तो कम से कम इसी ओर इशारा करते हैं.
~मौलिन शाह,अहमदाबाद

Monday, 11 February 2013

ઈજનેર કેદીઓ , જેલ અધિકારીઓ અને માત્ર એક મસકઅલી !! - કબૂતરે કેદીઓના કારસાનો પર્દાફાશ કર્યો!!


સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કબૂતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ જેલમાં સુરંગ ખોદવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. અને જેલમાંથી નાસી જવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો...
-----------------------------------------------------------------------------

અમદાવાદ બોંબ બ્લાસ્ટના આરોપીઓ રવિવારે સાંજે સુરંગ ખોદવામા વ્યસ્ત હતા. ત્યારે એક કબૂતર વાયરમા ફસાઈ ગયું હતું. આ કબૂતરને ફસાયેલું જોઈને એક કેદી અને જેલના પીએસઆઈ ગોવિંદ લકૂમ કબૂતરને બચાવવા ગયા ત્યારે બે કેદીઓ તેમને જોઈને નાસી ગયા હતા. કેદીઓને નાસતા જોઈને પીએસઆઈને શંકા ગઈ. અને તેમણે તપાસ કરી તો 16 ફૂટ ઊંડી, 26 ફૂંટ લાંબી અને 6 ફૂટ પહોંળી સુરંગ ખોદેલી હતી. એક કબુતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓના ષડયંત્રનો પ્રદાફાશૅ કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો...

આમ તો આરોપીઓ માટે કિલ્લેબંધ સમાન ગણાતી સાબરમતી જેલમાં સુરંગ બનાવવી મુશ્કેલ કાર્ય છે.પણ મહત્વની વાત તો એ છે સુરંગ ખોદનાર બોંબ બ્લાસ્ટના આરોપીઓમાંથી એક સિવિલ એન્જીનીયર અને એક મિકેનીકલ એન્જીનીયર છે. જ્યારે એક આરોપીએ બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે. આ આરોપીઓએ પોતાની ડિગ્રી અને આવડતનો ઉપયોગ કરીને સુરંગ ખોદવાનુ ષડયંત્ર રચ્યું હતું.. 

બોલપેનના કમ્પાસ બોક્સથી હોકાયંત્ર અને ચશ્માના ગ્લાસથી દુરબીન બનાવ્યું. અને ત્યારબાદ છોટા ચક્કરમાં આવેલા બાથરૂમ નજીક હોકા યંત્રની દિશા મુજબ ખોદકામ શરૂ કર્યું હતું. આ ખોદકામમાં લોખડના સળીયા, લાકડુ અને વાસણનો ઉપયોગ કર્યો હતો. બોંબ બ્લાસ્ટના આરોપીઓને સવારે 7થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન બેરેકની બહાર કાઢવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન 14 આરોપીઓ વારા-ફરતી સુરંગ ખોદતા હતા. સુરંગની માટી બહાર કાઢવા માટે લુંગીનું દોરડું બનાવીને ખાડામાં ઉતરતા હતા. અને કપડામાંથી માટી ભરીને બહાર કાઢતા હતા. આ માટી તેઓ જેલના બગીચામા નાખી દેતા હતા. આરોપીઓએ બગીચામાં ફૂલોના છોડ લગાવવાની આડમાં સુરંગ બનાવવાના ષડયંત્રને અંજામ આપ્યો હતો...

જે બેરેકમાં સુરંગ ખોદવામાં આવી છે ત્યાં બોંબ બ્લાસ્ટના 14 જેટલા આરોપીઓને રાખવામાં આવે છે.. જેમાંથી ત્રણ આરોપીઓએ સુરંગ ખોદી હોવાની કબૂલાત કરી લીધી છે...સુરંગ ખોદવાના કામમાં અક્ષરધામ કેસનો આરોપી પણ સામેલ હતો. જો કે સુંરગ ખોદવાની આ ઘટનામાં અન્ય કોઈ કોણ સંડોવાયેલું હતુ. જેલના કર્મચારી ષડયંત્રમાં સામેલ હતા કે નહી તેની પણ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે...

જો કે એક કબુતરના કારણે આ ષડયંત્રનો પર્દાફાષ થયો છે. જેલના અધિકારીએ રાણીપ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધ્યો છે. અને આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ પણ જેલની મુલાકાત લીધી છે. જે અંગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું જેલમાં નાસીને ફરી આતંકનો ભય ફેલાવવાની શક્યતા સૂત્રોએ વ્યકત કરી છે...

ખાતો નથી ખાવા દેતો નથી !! કબુતર તો ચણવાજ આવ્યું હતું  અને કેદીઓ ને ફસાવી ગયું !! પણ બીજા ઘણા લોકો આ મુદ્દે ફસાશે ...જોવાનું એકે આ ને સરકાર ભીનું કેવીરીતે સંકેલશે કે પછી આફત ને અવસર માં પલટશે !! .....???

ખાસનોંધ : "મસકઅલી" એ કબુતરનું  કાલ્પનિક નામ છે ગઈકાલે આ સમાચાર જોયા પછી તરતજ સોનમબેન કપૂરનું પેલું દિલ્હી -૬ નું ગીત કોઈ ચેનલ પર આવ્યું એટલે.........અને આ બ્લોગને રાજકીય વિશ્લેષણ કે કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર 

~મૌલીન શાહ ,અમદાવાદ


Tuesday, 29 January 2013

એ.રાજા અને યેદીયુરપ્પા જેવી સ્થિતિનો અંદાજો આવી જતા, લોકાયુક્તની તપાસથી છટકવા મુખ્યમંત્રીના સુપ્રીમકોર્ટમાં સમીક્ષા અરજી કરવા ધમપછાડા!


ગુજરાતમાં લોકાયુક્તના મુદ્દે રાજ્યસરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાને સ્વીકારવાના બદલે રીવ્યુ પીટીશન દાખલ કરવાની તૈયારી કરી રહી છે તે જ બતાવે છે કે મુખ્યમંત્રી હોવાના દાવા કરે છે તે પોકળ છે.

છેલ્લા ૯ વર્ષથી લોકાયુક્તની જગ્યા ખાલી રાખવા માટે મુખ્યમંત્રી પોતેજ જવાબદાર છે. સરકારના ભ્રષ્ટાચારો છાવરવા માટે નામદાર ગવર્નર દ્વારા થયેલી નિમણુંક ને હાઈકોર્ટમાં શા માટે પડકાર્યો ??

રૂપિયા ૪૩૦૦૦ કરોડની અનિયમિતતાઓ કેગના અહેવાલમાં બહાર આવી છે તે છતાં લોકાયુક્તની તપાસથી છટકવા મુખ્યમંત્રી સુપ્રીમકોર્ટમાં રીવ્યુ પીટીશન(સમીક્ષા અરજી) દાખલ કરવા ધમપછાડા શા માટે કરે છે ?


જેવી રીતે કેન્દ્ર સરકારમાં 2G સ્પેક્ટ્રમ ઓકશનમાં એ.રાજા એ એન.ડી.એ શાસનના સમયથી ચાલી આવતી નીતિ મુજબજ કોન્ટ્રેક્ટ આપ્યા હતા. પરંતુ તેના કારણે દેશની તિજોરીને રૂપિયા ૧.૭૭ લાખ્ કરોડનું નુકશાન થયાનો આક્ષેપ થવાથી જેલમાં જવું પડ્યું હતું . 

આવીજ રીતે ગુજરાતની ભાજપ સરકારે રૂપિયા ૧ લાખ કરોડ થી વધારેનું રાજ્યની તીજોરીને ૧૭ કોભાંડોથી નુકશાન કર્યાના આરોપો છેજ !!!

નામદાર સુપ્રીમ કોર્ટની સયુંકત જજની બેન્ચે લોકાયુક્ત ની નિમણુંકને કાયદેસરતાની મહોર મારી દીધી છે. તેનો સરકારે સ્વીકાર કરવો જોઈએ અને રાજ્ય ની તિજોરી ને નુકશાન કરનારા કોઈપણ ચમરબંધી કે નટવરલાલો હોય તેઓ વિરુદ્ધ તપાસ શરુ કરવી જોઈએ અને સજા પણ કરવી જોઈએ...
~મૌલીન શાહ , અમદાવાદ 

Wednesday, 23 January 2013

કટ્ટરવાદ એ કોમવાદી તત્વોના પિતૃઓની જાગીર નથી.


હું સંઘ /વિહિપ કે ભાજપ નો ટેકેદાર નથી કે નથી મારે કોઈ એમની સાથે અંગત ભેદ ! પણ છેલ્લા ૩-૪ દિવસ થી સોસિઅલ મીડિયા પર ટેરરીઝમ /આતંકવાદ પર જાત જાત નું લખાણ અને ખાસ ગૃહપ્રધાન ના "ભગવા" શબ્દ પ્રયોગ પછી કોંગ્રેસપક્ષ અને ટેકેદારોને અજુક્તી રીતે આ ચર્ચા માં લાવી ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપપ્રચાર નો મુદ્દો બનાવી ને હિંદુ /મુસ્લિમ ભેદરેખા ને ઘટ્ટ બનાવાનો સરળ કીમિયો કોમવાદી તત્વો ને મળી ગયો છે !!..

ખુબજ સસ્તો, સચોટ અને એકદમ રીઝલ્ટ ઓરીએનટેડ એવો કીમિયો કે જે ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરીને બીજેપી/સંઘ ને સત્તામાં આવે તે માટે યોગ્ય છે ...એમને છૂટ પણ છે એનો વારંવાર પ્રયોગ કરી શકે !!
કોંગ્રેસની નીતિ જગ જાહેર છે - ધર્મ નિરપેક્ષ- દરેક ધર્મ ને ન્યાય !!



કોંગ્રેસને પણ ખબર છે કે લઘુમતીના ન્યાયની વાત કરશે તો બહુમતી માં નુકશાન ભાજપ/સંઘની ઉશ્કેરણીથી થવાનુ તો પણ એમનું સ્ટેન્ડ કાયમ માટે એક સમાન જ રેહ છે જ !

ખુબ મોટો લાભ થઇ શકે છે તે છતાં પણ કોંગ્રેસપક્ષ ક્યારેય કટ્ટરવાદ (ધાર્મિક કે જાતીકીય)નો સહારો નથી લેવાનું એ વાત પણ એક સત્ય છે જે ભાજપ/વિહિપ/સંઘ જાણે છે એટલે વારંવાર એ કીમિયો જાણે કે એમનાજ પિતૃઓની જાગીર છે તેમ માની ને ફાયદો ઉઠાવે છે - આ વાત દરેક ભારતીય પણ જાણે છે !!


સર્વ ધર્મ સમભાવ એજ માનવ ધર્મ છે.....જે વ્યક્તિ કોઈના ધર્મ ને માન ના આપી શકે તે પોતાના ધર્મને પણ માન આપી શકતો નથી.....એ કેવળ ધર્મની પોકળ વાતો કરી જાણે છે !!


~મૌલીન શાહ , અમદાવાદ
(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે )

Saturday, 8 December 2012

મૂર્ખ ગધેડો....વારતા રે વારતા....વાઘનું ચામડું ઓઢેલો ગધેડો !!




એક નાનું એવું ગામ હતું....આ ગામમાં વિલાસ નામનો એક ધોબી રહેતો હતો. ધોબીની પાસે એક ગધેડો હતો...

એ ગધેડો બિચારો આખી જિંદગી સુધી તે ધોબીનો બોજ ઉપાડતો રહ્યો એને છેવટે ઘરડો થઈ ગયો. એ એટલો બધો તો અશક્ત થઈ ગયો કે ધોબીનાં કપડાંનું પોટલું પણ ઉપાડી શકતો નહીં અને મરવાની અણી પર આવી ગયો.

ધોબી સ્વાર્થી હતો. તેણે ગધેડાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમ છતાંય તેણે ગધેડાના બચાવ માટે તેના શરીર પર વાઘનું ચામડું ઓઢાડી દીધું જેથી કોઈ સામાન્ય પ્રાણી અથવા મનુષ્ય તેની નજીક આવીને તેને મારી ન શકે.

ગધેડો જંગલમાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે અનાજનાં ખેતરોમાં જઈને ખેડૂતોનો ઊભો પાક ખાઈને તેનું પેટ ભરવા લાગ્યો. ખેડૂત લોકોએ વાઘને તેમના ખેતરમાં ફરતો જોયો તો તે બિચારાઓ ડરીને દૂર ભાગી ગયા.

એક વાર એક હિંમતવાન ખેડૂતે વિચાર કર્યો, ‘આ વાઘને રાતના અંધારામાં સંતાઈને જ પોતે મારી નાખે.’

આમ વિચારીને તેણે પોતાનું તીર-કામઠું તૈયાર કર્યંુ અને ખેતરમાં જઈને છુપાઈને બેઠો.

ગધેડો પણ મફતનો માલ ખાવા માટે ટેવાઈ ગયો હતો અને હવે તો તેને રાત-દિવસ તોફાન-મસ્તી સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહોતું.

અને એવી જ મસ્તી-મોજમાં આવીને તે એ પણ ભૂલી ગયો કે તેણે વાઘનું ચામડું પહેરી રાખ્યું છે. બસ, એ તો માંડ્યો જોરજોરથી ભૂંકવા, ‘હોંચી... હો હોંચી... હો...’

ખેડૂત સમજી ગયો કે આ તો વાઘનું ચામડું ઓઢેલો કોઈ ગધેડો છે, જે આટલા દિવસ સુધી તેમને છેતરી રહ્યો હતો.

‘અમે પણ કેટલા ગાંડા!’ આમ વિચારીને તે ખેડૂતે ગધેડાને સામે જઈને જ તેના પેટમાં સીધું તેર મારી દીધું.

ગધેડો પોતાની ખોટી બડાઈને લીધે માર્યો ગયો. તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. તે સદાને માટે મૃત્યુની ઘેરી નિદ્રામાં પોઢી ગયો...

RIP !!!!


(ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી કોઈ એ પેહરવી કે પેહરાવી નહિ !!  રોજબરોજ ના જીવનમાં લોકો દ્વારા થતા છ્લ -કપટ ને સાબિત કરતી એક કટાક્ષરૂપી વાર્તા છે )
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પરથી થોડું એડીટ કરીને )

~મૌલીન શાહ 

Wednesday, 5 December 2012

मोदी पर फूटा “केजरीवाल बम” !


गुजरात चुनाव से ठीक पहले आम आदमी पार्टी (आप) के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने नरेंद्र मोदी पर गुजरात को लूटने के आरोप लगाये हैं. उन्होंने कहा कि मोदी ने बिजली उत्पादक कंपनी अडानी का फेवर किया. मोदी ने अदानी से काफी ऊंचे दामों में बिजली खरीदी. जबकि कई सरकारी कंपनियों ने कम दामों में बिजली बेचने का प्रस्ताव दिया था...
फ्री में दी गयीं खदानें
केजरीवाल ने आरोप लगाया कि गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी ने अदानी ग्रुप को फ्री में कोयला खदानें दिलवायी. उन्होंने कहागुजरात सरकार ने कोयला खदानें तो फ्री में मुहैया करा दीं, लेकिन बदले में पांच रु पये प्रति यूनिट की दर से अदानी ग्रुप से बिजली खरीदी. इस तरह से सरकार को बड़ा घाटा हुआ. यह जनता के साथ धोखा है...  
मुफ्त में दी गयी जमीन 
केजरीवाल ने यह भी कहा कि गुजरात सरकार ने अदानी ग्रुप को फायदा पहुंचाने के लिए महंगी जमीन को सस्ते में दे दिया. केजरीवाल ने आरोप लगाया,  1,600 करोड़ रुपये की जमीन को सिर्फ एक रुपये प्रति स्क्वॉयर मीटर की दर से अदानी ग्रुप को दिया गया.  केजरीवाल ने सवाल पूछा है कि आखिर गुजरात सरकार अदानी ग्रुप पर मेहरबान कैसे हो गयी???
मोदी सरकार अदानी की दुकान
केजरीवाल ने कहा कि मोदी व्यापारिक घरानों का साथ दे रहे हैं. उन्होंने यह भी कहा कि कांग्रेस और बीजेपी व्यापारिक हितों को लेकर एक जैसे हैं. केजरीवाल ने कहामोदी सरकार अदानी की दुकान है.....

खास नोंध : वैसे में केजरीवाल का आलोचक हू और रहूगा !...उन्होंने व्यक्तिगत रूप से आजतक सिर्फ एक ही पार्टी को निशाने पे लिया हुआ था ...गोरतलब हे की अब वे एक राजकीय पार्टी बना चुके हे और आज साबित कर दिया की वे पहले भाजपा की रिटेल दूकान चलाते रहे हे लेकिन मोदी पे निशाना तान के यह सपष्ट हो गया की केन्द्रीय भाजपा और मोदी के बिच में खाई हे !!
~मौलिन शाह 

Thursday, 8 November 2012

સંઘ-વિહિપ ને અચાનક મંદિર-મઠ કેમ યાદ આવ્યા ?એ પણ ગુજરાત માં?


હિન્દુત્વના નામે સંઘ-વિહિપના જોરે મુખ્યમંત્રી બન્યા પછી રાજયના પાટનગર અને અન્ય જીલ્લાઓમાં વિકાસના નામે હજારો મંદિરો તોડી પાડવામાં પણ આજ ભાજપ સરકાર નંબર-૧ બની છે !!!

ચુંટણીને ફક્ત ૩૪ દિવસ રહી ગયા છે ત્યારે સંઘ અને વિહિપને એવું તો શું સુઝ્યું કે અચાનક એમને મંદિરોમઠ ની યાદ આવી ગઈ ?? 
ગુજરાતમાં આટલી સંખ્યા માં મંદિરો તૂટ્યા, હજારો હિન્દુઓ કોમી તોફાનોના નામે જેલ ભેગા કરાયા અને રોજ સિવિલ કોડનો ભંગ થતો રહ્યો ત્યાં સુધી સંઘની એકપણ શાખા ગુજરાત માં કેમ કાઈ બોલી નહિ ?
વિહિપ દ્વારા આ બાબતે વારંવાર પરંતુ ક્ષણિક વિરોધ થતો રહ્યો પણ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કેમ ન કરી ?
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલી હિન્દુ ધર્મ આચાર્ય સભામાં આરએસએસના વડા અને વિહિપના અગ્રણી નેતા તથા દેશભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતમાં સમાન સિવિલ કોડ, મંદિર-મઠમાં સરકારના હસ્તક્ષેપ પર પાબંધી લાદવા સહિતની માગણી કરી હતી.

અહિયા એક વાત એ પણ યાદ કરાવવી યોગ્ય રહેશે કે થોડા મહિના અગાઉ (માર્ચ ૧૨) અયોદયાના રામ-જાનકી મંદિર ખાતે આદિવાસી કન્યાઓ દ્વારા સંઘ પ્રમુખના ચરણ ધોવડાવવા બાબતે અયોધ્યાના મહંતો  અત્યંત નારાજ થયા હતા !!

ખાસ નોંધ : અત્રે ધર્મ ને ઠેસ પહોચાડવાનો કે કોઈની બદનક્ષીનો ઈરાદો નથી.
જો આ પ્રસંગ ખરેખર ધાર્મિક હતો તો પછી રાજકીય વ્યક્તિઓ અને ભાજપના મુખ્યમંત્રીની હાજરી શું યોગ્ય ગણાય ??? ...
કોઈ ભૂલ હોય તો માફ કરજો !!
~ મૌલીન શાહ (અમદાવાદ)ના જય શ્રી કૃષ્ણ !