Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Saturday, 8 December 2012

મૂર્ખ ગધેડો....વારતા રે વારતા....વાઘનું ચામડું ઓઢેલો ગધેડો !!




એક નાનું એવું ગામ હતું....આ ગામમાં વિલાસ નામનો એક ધોબી રહેતો હતો. ધોબીની પાસે એક ગધેડો હતો...

એ ગધેડો બિચારો આખી જિંદગી સુધી તે ધોબીનો બોજ ઉપાડતો રહ્યો એને છેવટે ઘરડો થઈ ગયો. એ એટલો બધો તો અશક્ત થઈ ગયો કે ધોબીનાં કપડાંનું પોટલું પણ ઉપાડી શકતો નહીં અને મરવાની અણી પર આવી ગયો.

ધોબી સ્વાર્થી હતો. તેણે ગધેડાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમ છતાંય તેણે ગધેડાના બચાવ માટે તેના શરીર પર વાઘનું ચામડું ઓઢાડી દીધું જેથી કોઈ સામાન્ય પ્રાણી અથવા મનુષ્ય તેની નજીક આવીને તેને મારી ન શકે.

ગધેડો જંગલમાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે અનાજનાં ખેતરોમાં જઈને ખેડૂતોનો ઊભો પાક ખાઈને તેનું પેટ ભરવા લાગ્યો. ખેડૂત લોકોએ વાઘને તેમના ખેતરમાં ફરતો જોયો તો તે બિચારાઓ ડરીને દૂર ભાગી ગયા.

એક વાર એક હિંમતવાન ખેડૂતે વિચાર કર્યો, ‘આ વાઘને રાતના અંધારામાં સંતાઈને જ પોતે મારી નાખે.’

આમ વિચારીને તેણે પોતાનું તીર-કામઠું તૈયાર કર્યંુ અને ખેતરમાં જઈને છુપાઈને બેઠો.

ગધેડો પણ મફતનો માલ ખાવા માટે ટેવાઈ ગયો હતો અને હવે તો તેને રાત-દિવસ તોફાન-મસ્તી સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહોતું.

અને એવી જ મસ્તી-મોજમાં આવીને તે એ પણ ભૂલી ગયો કે તેણે વાઘનું ચામડું પહેરી રાખ્યું છે. બસ, એ તો માંડ્યો જોરજોરથી ભૂંકવા, ‘હોંચી... હો હોંચી... હો...’

ખેડૂત સમજી ગયો કે આ તો વાઘનું ચામડું ઓઢેલો કોઈ ગધેડો છે, જે આટલા દિવસ સુધી તેમને છેતરી રહ્યો હતો.

‘અમે પણ કેટલા ગાંડા!’ આમ વિચારીને તે ખેડૂતે ગધેડાને સામે જઈને જ તેના પેટમાં સીધું તેર મારી દીધું.

ગધેડો પોતાની ખોટી બડાઈને લીધે માર્યો ગયો. તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. તે સદાને માટે મૃત્યુની ઘેરી નિદ્રામાં પોઢી ગયો...

RIP !!!!


(ખાસ નોંધ : બંધ બેસતી પાઘડી કોઈ એ પેહરવી કે પેહરાવી નહિ !!  રોજબરોજ ના જીવનમાં લોકો દ્વારા થતા છ્લ -કપટ ને સાબિત કરતી એક કટાક્ષરૂપી વાર્તા છે )
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પરથી થોડું એડીટ કરીને )

~મૌલીન શાહ 

3 comments:

  1. આમાં ઇટાલિયન બાર ગર્લ ને ટેગ કરી છે.. હવે એને હિન્દી પણ આવડતું નથી ને ગુજરાતી લખાણ માં ટેગ કરી છે... હવે ગધેડો કોણ?

    ReplyDelete
  2. જયારે મૂર્ખ ગધેડાઓ ગુગલ માં જેને સંબોધન કરી ને આપ કમેન્ટ કરી રહ્યા છો તેમને સર્ચ કરે ત્યારે એમની સામે ઈ ગધેડા ના કુળ ભાઈ ના અરીસા માં દર્શન થાય એટલા માટે ......બાકી ગધેડો જેને કીધો છે ઈ વ્યક્તિ નું નામ કે જેના થી તમારા પેટ માં તેલ રેડાયું છે ....એ પણ ટેગ છે .....કેહતા હોય તો આપ નું પણ સ્થાન ગ્રહણ કરવી દઉં ?

    ReplyDelete