Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Sunday, 21 August 2011

અણ્ણા હઝારેના વતનમાં જ સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે પણ અન્ના સરકાર નો અને જનતા ના રૂપિયા નો ઘાણ કાઢે છે - બીલ આવશે તો મારુજ નહિ તો બીજા કોઈ નું બીલ નહિ એમ કહીને.!!!




નાશિક પોલીસ રેન્જમાં ૨૦૦૯થી બે વરસના સમયગાળામાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા એમ એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)ની આંકડાકીય માહિતીમાં જણાવાયું છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતના પ્રણેતા અણ્ણા હઝારે રાલેગણ સિદ્ધિ ગામના છે, જે અહમદનગર જિલ્લામાં પડે છે અને આ જિલ્લો નાશિક રેન્જમાં આવે છે. નાસિક રેન્જમાં બે વર્ષમાં આવા કેસની સંખ્યામાં ખાસ્સો પાંચ ટકાનો વધારો જોવા મળ્યો

પોલીસનો 'ડાટા' જોતા નાશિક રેન્જમાં એસીબીના ઓફિસરો ખાસ્સા વ્યસ્ત રહ્યા હતા. ૨૦૧૦માં, મહારાષ્ટ્રમાં લાંચ લેતા રંગેહાથ પકડાયેલા કુલ સરકારી કર્મચારીઓમાંથી ૨૫ ટકા નાશિક રેન્જના હતા. ૨૦૦૯માં આ ટકાવારી ૧૯.૪ ટકા હતી, જે પછીના વરસે વધીને ૨૫ ટકા થઈ હતી. ૨૦૧૦માં એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ માટે ગોઠવાયેલા ૧૨૪ છટકા સફળ રહ્યા હતા.
જ્યારે ૨૦૦૯માં એ આંકડો ૭૮ હતો.
પૂણે રેન્જ ૨૦૧૦માં બીજા નંબરે હતી. લાંચ લેતા રંગેહાથ પકડાયેલા કર્મચારીઓના આખા રાજ્યના કુલ ૪૮૬ કેસમાંથી ૧૪ ટકા એટલે કે માત્ર ૬૮ કેસ પૂણે રેન્જમાં નોંધાયા હતા. નાસિક ઉપરાંત માત્ર બીજી ત્રણ પોલીસ રેન્જમાં ૨૦૦૯થી ૨૦૧૦માં લાંચિયા કર્મચારીઓની ટકાવારી વધી હતી. એમાં નાંદેડ (૭.૨ થી વધીને ૯.૭ ટકા) અમરાવતી (છ ટકાથી વધીને આઠ ટકા) અને નાગપુર (૧૦.૨ ટકાથી વધીને ૧૧.૫ ટકા)નો સમાવેશ હતો.
જ્યારે તળ મુંબઈ અને ઉપનગરીય જિલ્લાઓને આવરી લેતી મુંબઈ રેન્જ ૨૦૧૦માં ૫૫ અથવા તો ૧૧.૩ ટકા કેસ સાથે ચોથા ક્રમે હતી. ૨૦૦૯ પછી આ ટકાવારી ઘટી હતી. એ વરસે લાંચિયા કર્મચારીઓના રાજ્યમાં નોંધાયેલા ૪૦૨ કેસમાંથી ૫૪ અથવા તો ૧૩.૪ ટકા કેસ સાથે શહેરનો નંબર ત્રીજો આવ્યો હતો.
અત્રે નોંધવું ઘટે કે મુંબઈમાં ૪૦,૦૦૦ પોલીસો, સેંકડો અમલદારો, હજારો સરકારી કર્મચારીઓ અને એક લાખથી વધુ પાલિકા કર્મચારીઓને કારણે સરકારી કર્મચારીઓની મસમોટી ફૌજ છે.

Ref : Gujarat Samachar daily paper..

No comments:

Post a Comment