Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Showing posts with label Anandiben Patel. Show all posts
Showing posts with label Anandiben Patel. Show all posts

Thursday, 29 May 2014

શું હાલની સરકાર (હા સરકારના જ સાંસદો !!)  કે મીડિયા વિરોધપક્ષ ની ભુમીકા માં આવી શકે ?
---------------------------------------------------------
નવી સરકાર સામે કોઈ વિરોધ પક્ષ જ નથી રહ્યો એ લોકશાહી માટે બહુ ચિંતાનો વિષય કહેવાય અને સાથે સાથે જે રીતે ઈલેક્ટ્રોનિક મીડિયાના પક્ષપાતી વલણ ને હવે સામાન્ય નાગરીકો પણ સમજવા લાગી છે ત્યારે તેવી પરીસ્થિતમાં  પ્રિન્ટમીડિયા એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડે એવા દિવસો આવ્યા છે. સાથે સાથે વિરોધ નો સ્વર સોસીઅલ મીડિયા પર પણ સારી રીતે રેલાય એ જરૂરી છે. એ યાદ રાખવુજ રહ્યું કે  ભિન્નમત એ લોકશાહીનો પ્રાણવાયુ છે...!!

સંસદમાં વિરોધપક્ષ નિર્બળ હોય ત્યારે શ્રી જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરવા પડે. નહેરુની લોકપ્રિયતા એટલી જબ્બર હતી કે સંસદમાં વિરોધપક્ષ જેવું કાઈ હતું જ નહિ એનાથી નહેરુ ખૂબ વ્યથિત થઇ ગયા અને પોતાના જ પક્ષના સાંસદોને બોલાવીને કહ્યું:  "તમારે વિરોધ પક્ષની પણ ભૂમિકા ભજવવાની છે" !!

જો કે અત્યારે સંસદ માં પરિસ્થતિ સાવ નેહરુયુગ જેવી પણ નથી. ભાજપા સિવાયના પક્ષો ના સાંસદો તો છે જ . પણ હાલ ના વડાપ્રધાનની કાર્યશૈલી અને સ્વભાવ ને જોતા લાગતું નથી કે નેહરુ જેવી વ્યથા એમને અનુભવાય !

વડાપ્રધાન ન હતા બન્યા ત્યારે મોદી એ રેલીમાં અને ઈન્ટરવ્યુંમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " જે ક્રિમિનલ સાંસદો હશે એની યાદી બનાવીને હું સુપ્રિમ કોર્ટને સોપી દઈશ એ સાંસદો પછી ભાજપના હોય કે બીજા અન્ય પક્ષના હોય " આ બહુ જ આવકારદાયક અને હિમતભર્યું વચન છે.
પરંતુ એની શરૂઆત ઘરથી જ શરૂ થવી જોઈએ ગુન્હાહિત રેકોર્ડ ધરાવતા સાંસદો સામે પગલા લેવાની હિમ્મત મોદી એ બતાવી છે એ લોકશાહી માટે શુભ શરૂઆત છે.
આ ઈશ્યુમાં મોદી સામે સાંસદો જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ ઘણી છે..!

આવા ઘણા મુદ્દા , પ્રજા ની વધુ પડતી અપેક્ષાઓ અને પડકારો મોઢું ફાડીને સરકાર સામે ઊભા છે...!

~ મૌલીન શાહ , અમદાવાદ
(સૌજન્ય : ગુજરાતી દૈનિક પર થી એડિટ કરી ને)

Saturday, 7 April 2012

શું નાણા મંત્રી ના વિવાદાસ્પદ સંશોધન ને રમુજ વૃત્તિ માં ગણી શકાય ??મહિલા સશક્તિકરણ અને નારી સંસ્કૃતિ ના નામે પ્રચાર કરતી ભાજપા ના સંસ્કાર !

‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે‚ રમન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં નારી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ કરે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ ભારત. 

આપણા ભારતવર્ષની સંસ્કૃતિમાં મનુષ્યને એના મનુષ્યત્વને કારણે જ સ્વીકારવામાં આવે છે‚ કોઈ જ પ્રકારના સ્ત્રી-પુરૂષ‚ નાનાં મોટાં‚ ગરીબ-શ્રીમંત કે ઊંચા-નીચાના ભેદભાવ વિના. સમસ્ત માનવજાતની ઉન્નતિ કે અધોગતિ‚ 
બન્નેના સમાન સન્માન કે અપમાન ઉપર જ આધારિત છે. અને જ્યારે જ્યારે નારી કે પુરૂષની મહત્તા વધતી ઓછી થઈ છે ત્યારે સમગ્ર માનવ સમાજની સમતુલા જોખમાતી રહી છે...

મહિલા સશક્તિકરણ અને નારી સંસ્કૃતિ ના નામે પ્રચાર કરતી ભાજપા ના સંસ્કાર !

પત્રકાર પરિષદ વાત ચાલતી હતી રાજ્ય માં કારીગરો ,શ્રમિકો અને મજુરો ની અછત ની  ત્યારે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા એ કીધું કે  ખેતી માટે મજુર નથી, ઘર માં નાણા મોટા રિપેરિંગ માટે કડિયા, પ્લમ્બર કે ઇલેક્ટ્રીશિયન નથી મળતા તમને જરૂર પડે તો "ગુજરાત માં ઘરવાળી જલ્દી મળી જશે પણ કામવાળી નહિ મળે" ...

શું નાણા મંત્રી ના વિવાદાસ્પદ સંશોધન ને રમુજ વૃત્તિ માં ગણી શકાય ???